કંઈ કૉલેજોના વિદ્યાર્થીઓને Job આપવી પસંદ કરે છે ટોપ કંપનીઓ? આ છે લિસ્ટ-ભારતની કોલેજનો પણ છે સમાવેશ

THE Employability Rankings જણાવે છે કે, ટોપની કંપનીઓ કંઈ કોલેજોમાંથી વિદ્યાર્થીઓને નોકરીએ રાખવાનું પસંદ કરે છે? જેમાં ભારત અને વિશ્વની Top Collegesની યાદી આપવામાં આવી છે.

કંઈ કૉલેજોના વિદ્યાર્થીઓને Job આપવી પસંદ કરે છે ટોપ કંપનીઓ? આ છે લિસ્ટ-ભારતની કોલેજનો પણ છે સમાવેશ
Times Higher Education Employability University Job Ranking
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 24, 2022 | 11:31 AM

એવી કઈ કોલેજો છે જ્યાંથી અભ્યાસ કર્યા પછી ટોપ કંપનીઓમાં નોકરી મેળવવી સરળ બને છે? તમને આ પ્રશ્નનો જવાબ લેટેસ્ટ THE Rankings 2022માંથી મળશે. ટાઈમ્સ હાયર એજ્યુકેશને દેશ અને દુનિયાની કોલેજોની યાદી બહાર પાડી છે જે નોકરીની બાબતમાં ટોપ પર છે. જ્યાં મોટી કંપનીઓ વિદ્યાર્થીઓને દરેક રીતે નોકરી માટે સક્ષમ માને છે. તેનું નામ છે- Global Employability Ranking. આ કિસ્સામાં, ત્રણ ભારતીય સંસ્થાઓએ વિશ્વની ટોચની 100માં સ્થાન મેળવ્યું છે. IIT Delhi નંબર વન પર છે.

જો કે, IIT દિલ્હી 2021ની તુલનામાં, તે એક રેન્ક થોડીક નીચે ગઈ છે. તેમ છતાં તે ભારતમાં નંબર 1 પર યથાવત્ છે. 2021માં જ્યાં IT Delhi Employability Rankingમાં વિશ્વમાં 27માં ક્રમે હતું. 2022માં તેનો રેન્ક 28મો થઈ ગયો છે. બીજી તરફ, અન્ય ભારતીય સંસ્થાઓએ વિશ્વ સ્તરે પ્રગતિ કરી છે.

આ યાદીમાં વિશ્વની ટોચની 250 યુનિવર્સિટીઓ છે. આમાં ભારતની 7 સંસ્થાઓના નામ છે. વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરની અલગ-અલગ યાદી અહીં આપવામાં આવી છે.

નોકરીઓની દ્રષ્ટિએ વિશ્વની ટોપ 10 યુનિવર્સિટીઓ

રેન્ક 2022 રેન્ક 2021 યુનિવર્સિટીનું નામ દેશ
1 1 મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) US
2 2 કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી US
3 3 હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકા
4 4 કેમ્બ્રિજ યુનિવર્સિટી UK
5 5 સ્ટેનફોર્ડ યુનિવર્સિટી US
6 8 ઓક્સફોર્ડ યુનિવર્સિટી UK
7 6 યુનિવર્સિટી ઓફ ટોક્યો જાપાન
8 9 નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર સિંગાપોર
9 10 પ્રિન્સટન યુનિવર્સિટી US
10 7 યેલ યુનિવર્સિટી US

નોકરીઓ માટે ભારતની ટોપ 10 યુનિવર્સિટીઓ

રેન્ક 2022 રેન્ક 2021 યુનિવર્સિટીનું નામ
28 27 IIT દિલ્હી
58 61 IIScબેંગ્લોર
72 97 IIT બોમ્બે
154 162 IIM અમદાવાદ
155 170 IIT ખડગપુર
225 225 એમિટી યુનિવર્સિટી
242 248 બેંગલોર યુનિવર્સિટી

ટાઈમ્સ હાયર એજ્યુકેશન એમ્પ્લોયબિલિટી રેન્કિંગ 2022ના રિપોર્ટ અનુસાર, 2022માં એક વર્ષમાં કુલ 8 લાખ સ્નાતક વિદ્યાર્થીઓને આ 250 યુનિવર્સિટીઓમાંથી Job Placement મળ્યું છે. આ સર્વે માટે વિશ્વભરના નોકરીદાતાઓ પાસેથી કુલ 98,014 મત લેવામાં આવ્યા છે. તેઓએ કઇ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને કાર્યસ્થળમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો શીખવે છે તેના આધારે મતદાન કર્યું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati