C-DAC Recruitment 2021 : 1.65 લાખ પગાર સાથે નોકરી માટે મળી રહી છે તક, જાણો કઈ રીતે કરવી અરજી

નોટિસ મુજબ આ પોસ્ટ માટેની અરજી ફી રૂ 200 છે. જો કે, SC, ST, દિવ્યાંગ અને EWS શ્રેણીના ઉમેદવારો માટે અરજી મફત છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી પણ રાહત આપવામાં આવી છે.

C-DAC Recruitment 2021 : 1.65 લાખ પગાર સાથે નોકરી માટે મળી રહી છે તક, જાણો કઈ રીતે કરવી અરજી
C-DAC Recruitment 2021

C-DAC Recruitment 2021 : સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ એટલે કે સીડીએસી મુંબઈએ પ્રોજેક્ટ મેનેજર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ અંતર્ગત પ્રોજેક્ટ મેનેજર (નોલેજ પાર્ટનર), પ્રોજેક્ટ એન્જિનિયર, સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી થવાની છે.

આ પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ ખાલી છે. CDAC મુંબઈની ભરતી નોટિફિકેશન અનુસાર CDAC મુંબઈ દ્વારા કરવામાં આવેલી આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર છે. આ ભરતી માટેની અરજી C-DAC ની વેબસાઇટ https://cdac.in/ પર જઈને ઓનલાઈન કરવાની રહેશે.

નોટિસ મુજબ આ પોસ્ટ માટેની અરજી ફી રૂ 200 છે. જો કે, SC, ST, દિવ્યાંગ અને EWS શ્રેણીના ઉમેદવારો માટે અરજી મફત છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી પણ રાહત આપવામાં આવી છે.

CDAC મુંબઈમાં ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે સંબંધિત ડિસિપ્લિનમાં BE / B.Tech અથવા MCA પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવો જોઈએ. આ પોસ્ટ માટે વય મર્યાદા 50 વર્ષ સુધીની છે. તેમજ નવ વર્ષનો અનુભવ પણ જરૂરી છે. પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે, ઉમેદવારે સંબંધિત ડિસિપ્લિનમાં BE/BTech અથવા MCA પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવું જોઈએ. પરંતુ કામનો અનુભવ ત્રણથી પાંચ વર્ષનો જ હોવો જોઈએ. સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે પણ ઉમેદવારે સંબંધિત ડિસિપ્લિનમાં BE/BTech અથવા MCA પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવું જોઈએ. કામનો અનુભવ ત્રણથી પાંચ વર્ષનો હોવો જોઈએ. C-DAC ની ભરતી સંબંધિત વિગતવાર જાણવા માટે નોટિફિકેશન જુઓ.

CDAC મુંબઈમાં પગાર કેટલો મળશે CDAC મુંબઈમાં પ્રવેશ મેળવ્યા પછી ઉમેદવારને દર મહિને રૂ. 1,20,000 થી 1,65,000 સુધીનો પગાર મળશે.

CDAC મુંબઈની ભરતીની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો :  UP-TET Paper Leak Case: સીએમ યોગીએ કરી લાલ આંખ, પેપર લીક કેસની તપાસ SIT કરશે, અત્યાર સુધીમાં 35થી વધુની ધરપકડ, અનેક અધિકારીઓ પર કાર્યવાહી

આ પણ વાંચો : નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati