Amazon Job Placement: હિમાચલના વિપિન શર્માને 1.11 કરોડ રૂપિયાના પેકેજ સાથે એમેઝોનમાં મળી નોકરી

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના થિયોગની કંદ્રુ પંચાયતના રહેવાસી વિપિન શર્માને MNC કંપની Amazonમાં વાર્ષિક 1.11 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. વિપિને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે આ સફળતા મેળવી છે.

Amazon Job Placement: હિમાચલના વિપિન શર્માને 1.11 કરોડ રૂપિયાના પેકેજ સાથે એમેઝોનમાં મળી નોકરી
Vipin Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 5:59 PM

Vipin Sharma from Himachal: હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના થિયોગની કંદ્રુ પંચાયતના રહેવાસી વિપિન શર્માને MNC કંપની Amazonમાં વાર્ષિક 1.11 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. વિપિને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે આ સફળતા મેળવી છે. વિપીનની (Vipin Sharma) આ સફળતા લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. વિપિને તેનો બીટેકનો (B.Tech) અભ્યાસ કોરોના સમયગાળા દરમિયાન જ પૂર્ણ કર્યો હતો. બી.ટેકનો અભ્યાસ કરી રહેલા વિપિનને આટલું મોટું પેકેજ મળ્યા બાદ તેના નાગજુબાદ અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છે. વિપિનના પિતા રમેશ શર્માએ જણાવ્યું કે તેમનો પુત્ર જુલાઈમાં યુકેમાં આયર્લેન્ડમાં જોડાવાનો છે.

વિપિન શર્માએ જવાહર નવોદય વિદ્યાલય થિયોગ અને ગોવામાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. આ સાથે તેણે રાજધાની શિમલાની સરસ્વતી પેરેડાઈઝ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો છે. આ પછી તેણે ચિત્કારા યુનિવર્સિટીમાંથી બી.ટેક પૂર્ણ કર્યું છે. વિપીનના પિતા રમેશ શર્મા સરકારી શાળામાં ગણિતના શિક્ષક છે.

જુલાઈમાં કરશે જોઈનિંગ

પિતાએ જણાવ્યું કે, વિપિનને કેમ્પસ પ્લેસમેન્ટમાં દિલ્હીમાં 15 લાખના પેકેજની નોકરી માટે પસંદ કરવામાં આવ્યો હતો. વિપિન દિલ્હીમાં નોકરી કરતો હતો. હવે વિપિન જુલાઈ મહિનામાં આ નવી નોકરીમાં જોડાશે. પિતા રમેશ શર્મા અને માતા વીણા શર્માએ પુત્રની આ સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેની સિદ્ધિથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે. રમેશ શર્માએ જણાવ્યું કે આ બધું પુત્રની મહેનતનું પરિણામ છે. દિવસ-રાત મહેનત કરીને તેણે આ સ્થાન હાંસલ કર્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિપિન શર્માના પિતા રમેશ શર્માએ મીડિયાને જણાવ્યું કે, કોરોનાના સમયગાળા દરમિયાન પણ પુત્રએ દિવસ-રાત ઘરે અભ્યાસ કરવાનું બંધ કર્યું ન હતું. જેના કારણે આજે આ સફળતા મળી છે. હવે આ નવી નોકરી મળતા તેનો આખો પરિવાર ખુશ છે. એમેઝોન કંપનીમાં મોટા પેકેજ પર પસંદગી પામવા બદલ સરસ્વતી પેરેડાઈઝ સ્કૂલ દ્વારા વિપિનનું સન્માન કરવામાં આવ્યું હતું.

આવા પ્લેસમેન્ટ પેકેજ પહેલા પણ મળ્યા છે

આ પહેલા પણ હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કરોડોના પેકેજ મળ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ NIT હમીરપુરના છે. જાન્યુઆરીમાં જ, નીરવ ગાંટેને એમેઝોન લક્ઝમબર્ગ દ્વારા ઑફ-કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 1.05 કરોડનું વાર્ષિક પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">