AIIMS Jobs 2022 : ફેકલ્ટી અને નોન ફેકલ્ટીની જગ્યાઓ માટે નીકળી ભરતી, પરીક્ષા વિના જ મળશે નોકરી

નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન 2022 છે. તેથી ઉમેદવારોએ આ પહેલા તેમના ફોર્મ સબમિટ કરવાના રહેશે. ફેકલ્ટીની 100 જગ્યાઓ અને નોન ફેકલ્ટીની 42 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

AIIMS Jobs 2022 : ફેકલ્ટી અને નોન ફેકલ્ટીની જગ્યાઓ માટે નીકળી ભરતી, પરીક્ષા વિના જ મળશે નોકરી
AIIMS Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:35 AM

AIIMS Jobs 2022 : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) ભોપાલ (AIIMS Recruitment 2022) એ ફેકલ્ટી અને નોન ફેકલ્ટીની 142 જગ્યાઓ માટે ભરતી માટે નોટિફિકેશન  બહાર પડ્યું છે. ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી (AIIMS Bhpal Faculty & Non-Faculty Recruitment 2022)ની જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે પણ આ નોકરી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને નોટિફિકેશન  ધ્યાનથી વાંચો.નોકરી માટેની અરજીની પ્રક્રિયા હજી શરૂ થઈ નથી એકવાર અરજી પ્રક્રિયા શરૂ થઈ જાય એપ્લિકેશન લિંક વેબસાઇટના હોમપેજ પર મુકવામાં આવશે.

નોટિફિકેશન  અનુસાર આવા તમામ ઉમેદવારો કે જેઓ એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમણે દરેક પોસ્ટ માટે અલગથી ઑનલાઇન અરજી કરવી પડશે અને દરેક પોસ્ટ માટે અરજી ફી ચૂકવવી પડશે. દરેક પોસ્ટ માટે અરજી કરવાની પદ્ધતિ અલગ-અલગ છે અને આ માટે લેવામાં આવતી અરજી ફીની રકમ પણ કેટેગરી પ્રમાણે અલગ રાખવામાં આવી છે.

પરીક્ષા આપ્યા વિના નોકરી મળશે

નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન 2022 છે. તેથી ઉમેદવારોએ આ પહેલા તેમના ફોર્મ સબમિટ કરવાના રહેશે. ફેકલ્ટીની 100 જગ્યાઓ અને નોન ફેકલ્ટીની 42 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. બંને જગ્યાઓ માટે અલગ-અલગ નોટિફિકેશન  જારી કરવામાં આવ્યા છે. ઉમેદવારોની પસંદગી પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અરજી સાથે ફી ભરવાની રહેશે

સામાન્ય અને ઓબીસી- રૂ 2000 SC, ST અને દિવ્યાંગ – રૂ. 500

અરજી કરતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો

આ નોકરી માટે અરજી કરનાર ઉમેદવારો પાસે ઈ-મેલ આઈડી તેમજ મોબાઈલ નંબર, સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને અરજદારની સ્કેન કરેલી સહી હોવી જોઈએ.

વેકેન્સી અંગેના નોટિફિકેશનને વાંચવા અહીં ક્લિક કરો 

CRIS દ્વારા વેકેન્સી જાહેર કરાઈ 

રેલ્વે હેઠળના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)માં નોકરી (Sarkari Naukri) શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે CRIS Recruitment 2022  હેઠળ આસિસ્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ ડેટા એનાલિસ્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર ગણતરીના  દિવસ બાકી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેમણે હજી સુધી આ પોસ્ટ્સ  માટે અરજી કરી નથી તેઓ CRISની સત્તાવાર વેબસાઇટ cris.org.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 25 મે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">