AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝાયડસ લાઇફ સાયન્સિસના Q2 FY26 પરિણામો જાહેર, નોંધાવી મજબૂત વૃદ્ધિ, જાણો વિગત

ઝાયડસ લાઇફ સાયન્સિસે 30 સપ્ટેમ્બર 2025ના Q2 અને H1 FY26ના મજબૂત નાણાંકીય પરિણામો જાહેર કર્યા. Q2માં ચોખ્ખો નફો 38% અને આવક 17% વધી, જ્યારે H1માં નફો 17% અને આવક 11% વધી.

ઝાયડસ લાઇફ સાયન્સિસના Q2 FY26 પરિણામો જાહેર, નોંધાવી મજબૂત વૃદ્ધિ, જાણો વિગત
| Updated on: Nov 06, 2025 | 6:41 PM
Share

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક તથા ત્રિમાસિક ગાળાના તેના અનઓડિટેડ કન્સોલિડેટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.

બીજા ત્રિમાસિક ગાળાની કામગીરી

ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરીથી કુલ આવકો રૂ. 61,232 મિલિયન રહી, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 17 ટકાનો વધારો દર્શાવે છે. આરએન્ડડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) રોકાણો રૂ. 4,820 મિલિયન રહ્યા, જે કુલ આવકના 7.9 ટકા છે.

ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 20,158 મિલિયન રહી, જે વાર્ષિક ધોરણે 38 ટકાનો વધારો છે. એબિટા માર્જિન 32.9 ટકા રહ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં 500 બેસિસ પોઇન્ટ્સનો સુધારો દર્શાવે છે. ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 12,586 મિલિયન રહ્યો. વાર્ષિક ધોરણે 38 ટકા વૃદ્ધિ સાથે. મૂડી ખર્ચ (ઓર્ગેનિક) રૂ. 4,911 મિલિયન રહ્યો.

નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની કામગીરી

પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીથી કુલ આવકો રૂ. 1,26,969 મિલિયન રહ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 11 ટકાનો વધારો દર્શાવે છે. આરએન્ડડી રોકાણો રૂ. 9,676 મિલિયન રહ્યા, જે આવકના 7.6 ટકા છે.

એબિટા રૂ. 41,043 મિલિયન રહી, જે વાર્ષિક ધોરણે 16 ટકા વધારો દર્શાવે છે. એબિટા માર્જિન 32.3 ટકા રહ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં 130 બેસિસ પોઇન્ટ્સનો વધારો દર્શાવે છે. ચોખ્ખો નફો રૂ. 27,254 મિલિયન રહ્યો. વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો સાથે. અર્ધવાર્ષિક ગાળાનો મૂડી ખર્ચ (ઓર્ગેનિક) રૂ. 8,931 મિલિયન રહ્યો.

30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કંપનીનો નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.09 ગણો હતો, જ્યારે નેટ ડેટ ટુ એબિટા રેશિયો 0.3 ગણો નોંધાયો હતો.

ડો. શર્વિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે જણાવ્યું કે, “ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી મજબૂત કામગીરી અમારા ડાયવર્સિફાઇડ બિઝનેસ મોડલ અને તમામ વિસ્તારો તેમજ વર્ટિકલ્સમાં અમલીકરણ ક્ષમતાઓની પુનઃપુષ્ટિ કરે છે. અમે અમેરિકા અને ભારતના ફોર્મ્યુલેશન બિઝનેસમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય બજારોમાં ટકાઉ વધારો અને વેલનેસ તથા મેડટેક ક્ષેત્રમાં વ્યૂહાત્મક હસ્તાંતરણોના કારણે મજબૂત આવક વૃદ્ધિ સાથે ઉદ્યોગમાં અગ્રણી નફાકારકતા હાંસલ કરી છે. આ પરિણામો ગુણવત્તા, અનુપાલન અને દર્દી-કેન્દ્રિત નવીનતા પર આધારિત ટકાઉ વૃદ્ધિ અને વૈશ્વિક વિસ્તરણ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

Home Loan : 5 પ્રકારની હોય છે હોમ લોન, આજે જ જાણી લો બધી વિગત

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">