
જો તમારું બેંક એકાઉન્ટ KYC ના કારણે ફ્રીઝ થઈ ગયું છે તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને સમય સમય પર તેમના ગ્રાહકોની KYC વિગતો અપડેટ કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ 29 મે, 2019ના રોજ Re-KYC અંગે એક પરિપત્ર જારી કર્યો હતો.
આ પરિપત્ર અનુસાર, જો કોઈપણ વર્તમાન બેંકના ગ્રાહકો પાસે PAN, ફોર્મ 60 અથવા બેંકમાં જમા કરાવેલ કોઈપણ દસ્તાવેજ નથી તો તેમનું ખાતું બંધ કરવામાં આવશે. જો કે, તમે KYC ના કારણે ફ્રીઝ કરવામાં આવેલ એકાઉન્ટને ફરીથી સક્રિય પણ કરી શકો છો.
આ પણ વાંચો: Govt Scheme: PPFની તાકાત, સરકારની ગેરંટી, 5000 રૂપિયા મહિને કરો જમા, આટલા દિવસમાં મળશે 42 લાખ
તમને જણાવી દઈએ કે વિવિધ કેટેગરીના ગ્રાહકો માટે ફરીથી KYC કરવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે. જો કે, તમે તમારાફ્રીઝ બેંક એકાઉન્ટને સરળતાથી ફરીથી સક્રિય પણ કરી શકો છો. બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેમના ગ્રાહકો માટે તેમની ફરીથી KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અને તેમના બેંક એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે 3 રીતો છે. ચાલો આ ત્રણ પ્રક્રિયાઓ વિશે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો: ભારત મંડપમ બાદ હવે ‘યશોભૂમિ’… PM મોદી 17 સપ્ટેમ્બરે દેશના નવા કન્વેન્શન સેન્ટરનું કરશે ઉદ્ઘાટન
કોટક મહિન્દ્રા બેંકે તેના ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ એપ દ્વારા ફરીથી KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ માટે સૌથી પહેલા તમારે કોટક મોબાઈલ એપ પર લોગીન કરવું પડશે. ક્લિક કર્યા પછી, અહીં તમને ‘re KYC’ નો વિકલ્પ મળશે. આ વિકલ્પ પસંદ કરીને તમે OTP દ્વારા તમારી રી-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરી શકો છો.