વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ છવાયો, અમેરિકા અને એશિયાના બજારોમાં ૦.૨ ટકા સુધી વૃદ્ધિ દેખાઈ

વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ છવાયો, અમેરિકા અને એશિયાના બજારોમાં ૦.૨ ટકા સુધી વૃદ્ધિ દેખાઈ

કોરોના વેક્સીન જલ્દી આવના સંકેત સહિતના સારા સમાચારોના પગલે આજે વૈશ્વિક બજારે તેજીની દોડ લગાવી હતી અમેરિકા અને એશિયન બજારોમાં આજે વૃદ્ધિ જોવા મળી છે.

અમેરિકન બજાર દાવ જોન્સ માં ૦.૫૪ ટકાની વૃદ્ધિ દર્જ થઈ છે અને કારોબાર નફામાં રહ્યો હતો. અમેરિકન બજાર સાથે એશિયન શેર માર્કેટ પણ સતત તેજીમાં નજરે પડી રહ્યા છે. એશિયન માર્કેટમાં ૦.૨ ટકાની સરેરાશ વૃદ્ધિ દેખાઈ રહી છે.

અમેરિકી બજારોની મજબૂત ચાલ
અમેરિકન બજારો કારોબારી સત્રમાં ડાઓ જોંસ 0.54 ટકાની મજબૂતી નોંધાવી હતી. કારોબારી સત્રના અંતે ડાઓ જોન્સ ડાઓ જોંસ 152.84 અંકની વૃદ્ધિ સાથે 28363.66 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 21.31 અંક વધ્યો હતો. 0.19 ટકાના છાલ સાથે 11,506.01 ના સ્તર પર બજારે છેલ્લી સ્થિતિ દેખાડી હતી. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 17.93 અંક એટલે કે 0.52 ટકાની મજબૂતીની સાથે 3,453.49 ના સ્તર પર બંધ થયા છે.

એશિયન માર્કેટમાં સરેરાશ ૦.૨ ટકા સુધી વૃદ્ધિ
જાપાનના બજાર નિક્કેઈ 0.21 ટકાની મજબૂતીની સાથે 49.68 અંક આગળ વધી 23,523.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 13 અંકવધારાની સાથે 11,905.50 ના સ્તર પર કારોબાનોંધાયો હતો. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં તેજી છવાયેલી જોવા મળી છે.હેંગ સેંગ 0.19 ટકાથી ઉછળીને 24,833.21 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. કોરિયાઈ બજાર કોસ્પી 0.29 ટકાના વધારાની સાથે 2,361.83 ના સ્તર પર દેખાય રહ્યા છે.તાઇવાન અને શંઘાઇ બજારમાં નરમાશ જોવા મળી હતી તાઇવાનના બજાર 31.80 અંકો ગગડી 0.25 ટકા નબળાઈની સાથે 12,885.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ત્યારે શંઘાઈ કંપોઝિટ પણ તૂટીને 3,316.84 ના સ્તર પર દેખાય રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati