આ દસ્તાવેજ વિના તમારું બાળક સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે નહિ!!! જાણો સરકારી દસ્તાવેજ અને તેને બનાવવાની પ્રક્રિયા વિશે

આ દસ્તાવેજ વિના તમારું બાળક સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે નહિ!!! જાણો સરકારી દસ્તાવેજ અને તેને બનાવવાની પ્રક્રિયા  વિશે
સરકારી દસ્તાવેજ બનાવવા બાળકની ફિંગરપ્રિન્ટ સ્કેન કરવામાં આવી રહી છે (ફાઈલ તસ્વીર )

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે બાળ આધારમાં આઇરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન જેવી બાયોમેટ્રિક ઓળખની જરૂર રહેશે નહીં. જ્યાં પણ બાળકની ઓળખની જરૂર હોય ત્યાં તેના માતાપિતા તેની સાથે રહેશે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 15, 2022 | 1:46 PM

હાલમાં આધાર કાર્ડ(Aadhaar Card) આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ  છે. આધાર વગર તમારા બાળકો કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી. એટલું જ નહીં હવે સ્કૂલમાં એડમિશન માટે પણ બાળકનું આધાર હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા બાળકનું આધાર કાર્ડ નથી બનાવ્યું તો આવનારા સમયમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવી લો. તમારી સુવિધા માટે અમે અહીં તમને આધાર બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

દેશમાં આધારકાર્ડ બનાવતી સરકારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કહ્યું છે કે બાળકો માટે બાળ આધાર (Baal Aadhaar) બનાવવા જરૂરી છે. આ આધારકાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવ્યું છે. બાળકોને આપવામાં આવેલો આધાર વાદળી રંગનો હોય છે અને જ્યારે બાળક 5 વર્ષનો થાય ત્યારે આધાર અમાન્ય થઈ જાય છે . 5 વર્ષની ઉમર બાદ નજીકના કાયમી આધાર કેન્દ્રમાં જવું પડશે અને આ આધાર નંબર સાથે નોંધાયેલા બાળકોની બાયોમેટ્રિક વિગતો મેળવવી પડશે.

શું છે તફાવત ?

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે બાળ આધારમાં આઇરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન જેવી બાયોમેટ્રિક ઓળખની જરૂર રહેશે નહીં. જ્યાં પણ બાળકની ઓળખની જરૂર હોય ત્યાં તેના માતાપિતા તેની સાથે રહેશે. જો કે, બાળકની પાંચ વર્ષની વય બાદ તેને સામાન્ય આધાર કાર્ડ આપવામાં આવશે. જેમાં તમામ બાયોમેટ્રિક વિગતો હશે.

બાળ આધાર કેવી રીતે બનાવવું ?

  • તમારા બાળક સાથે આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ અને ફોર્મ ભરો
  • બાળકના લાઇફ સર્ટિફિકેટ અને કેન્દ્રમાં આવેલા માતા-પિતામાંથી બાળકના ફોટા લેવામાં આવશે.
  • બાળ આધારને માતાપિતામાંથી કોઈ એકના આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે.
  • બાળકની કોઈ બાયમેટ્રિક વિગતો લેવામાં આવશે નહીં.
  • આધાર  માટે તમારો નોંધાયેલ મોબાઇલ નંબર સબમિટ કરો.
  • ચકાસણી અને નોંધણી પછી વેરિફિકેશન મેસેજ રજિસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
  • મેસેજ પ્રાપ્ત થયાના 60 દિવસની અંદર બાળ આધાર માતાપિતાના નોંધાયેલા સરનામાં પર મોકલવામાં આવશે.

આ આધાર કઈ રીતે અલગ પડે છે?

બાળ આધાર વાદળી રંગનો છે વાદળી રંગનો આધાર અન્ય આધાર જેટલો માન્ય છે. નવી નીતિ મુજબ UIDAI 0 થી 5 વર્ષના બાળકો માટે વાદળી રંગનો આધાર ઈશ્યુ કરે છે. આ આધાર જ્યારે બાળક 5 વર્ષનો થશે ત્યારે તે અમાન્ય થઈ જશે અને તેને નજીકના કાયમી નોંધણી કેન્દ્રમાં જવું પડશે અને તે જ આધાર નંબર સાથે તેની વસ્તી વિષયક અને બાયોમેટ્રિક વિગતોને અપડેટ કરવી પડશે. અન્યથા આધાર અમાન્ય રહશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati