Wiproએ ભારતીય કંપની દ્વારા કંપની ખરીદવાની સૌથી મોટી ડીલ કરી, 10500 કરોડમાં લંડનની કન્સલ્ટન્સી ફર્મ Capco ખરીદશે

ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની વિપ્રો(Wipro)એ ગુરુવારે જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં સલાહકાર સેવાઓ પ્રદાન કરનારી કંપની કેપ્કો(Capco) ખરીદી રહી છે. આ ડીલ 10,500 કરોડ રૂપિયા (1.45 અબજ ડોલર) માં થવા જઈરહી છે.

Wiproએ ભારતીય કંપની દ્વારા કંપની ખરીદવાની સૌથી મોટી ડીલ કરી, 10500 કરોડમાં લંડનની કન્સલ્ટન્સી ફર્મ Capco ખરીદશે
Wipro
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 05, 2021 | 9:31 AM

ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની વિપ્રો(Wipro)એ ગુરુવારે જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં સલાહકાર સેવાઓ પ્રદાન કરનારી કંપની કેપ્કો(Capco) ખરીદી રહી છે. આ ડીલ 10,500 કરોડ રૂપિયા (1.45 અબજ ડોલર) માં થવા જઈરહી છે. કેપકોનું મુખ્ય મથક લંડનમાં છે. ભારતીય કંપની દ્વારા કોઈ પણ કંપની ખરીદવાની આ સૌથી મોટી ડીલ છે. શેરબજારને અપાયેલી માહિતીમાં વિપ્રોએ કહ્યું છે કે કેપ્કોથી કન્સલ્ટન્સી અને ઇન્ફર્મેશન ટેક્નોલજી સર્વિસીસ ક્ષેત્રે તેની સ્થિતિ મજબૂત થશે. આ સોદો જૂનના અંત સુધી થઈ શકે છે.

કેપ્કો એ 1998 ની કંપની છે અને તેમાં 100 થી વધુ ગ્રાહકો છે જેમાંથી કેટલાક લાંબા સમયથી તેની સાથે સંકળાયેલા છે. કંપની પાસે 16 દેશોમાં સ્થાપિત 30 સ્થાપનમાં 5,000 કન્સલ્ટન્ટ કાર્યરત છે. કંપનીએ 2020 માં 72 કરોડ ડોલરની કમાણી કરી હતી.

કેપ્કોની શરૂઆત 1998 માં થઈ હતી કેપ્કો એ 1998 ની કંપની છે અને તેમાં 100 થી વધુ ગ્રાહકો છે, જેમાંથી કેટલાક લાંબા સમયથી તેની સાથે સંકળાયેલા છે. કંપની પાસે 16 દેશોમાં સ્થાપિત 30 સ્થાપનાઓમાં 5,000 કન્સલ્ટન્ટ કાર્યરત છે. કંપનીએ 2020 માં 72 કરોડ ડોલરની કમાણી કરી હતી. સ્ટ્રેટેજિક ડિઝાઇન, ડોમેન અને કન્સલ્ટિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ, સાયબર સિક્યુરિટી, ડેટા અને આઇટી સેવાઓમાં વિપ્રોની ક્ષમતાઓ અને બેન્કિંગ, પેમેન્ટ, મૂડી બજારો, વીમા, જોખમ અને નિયમનકારી ઓફરિંગ્સમાં કેપકોની ક્ષમતાઓથી ગ્રાહકોને લાભ થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર થિરી ડેલાપોર્ટે જણાવ્યું હતું કે વિપ્રો અને કેપ્કોના વર્ક મોડલ્સ એકબીજાના પૂરક છે. મને ખાતરી છે કે કેપ્કો તેના નવા ઘર તરીકે વિપ્રો સાથે જોડાવા માટે ગર્વ કરશે.

કેપ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લાન્સ લેવીએ જણાવ્યું હતું કે બંને કંપનીઓ મળીને તેમના ગ્રાહકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ કાયાકલ્પ માટે સંપૂર્ણ ઉકેલો પ્રદાન કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">