ગયા વર્ષના લાભાર્થીઓને ફરીથી મોરેટોરિયમનો લાભ મળશે ? જાણો બેંકોએ RBI સમક્ષ શું કરી માંગ

કોરોના મહામારીની બીજી લહેરે બેંકિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ વધારી છે. ખાનગી અને સરકાર સંચાલિત બેંકોના આંતરિક અહેવાલ મુજબ એપ્રિલમાં તેમના 22 ટકા છૂટક લેણદારોએ EMI ચૂકવી નથી.

ગયા વર્ષના લાભાર્થીઓને ફરીથી મોરેટોરિયમનો લાભ મળશે ? જાણો બેંકોએ RBI સમક્ષ શું કરી માંગ
બેન્કની ફાઈલ તસ્વીર
Ankit Modi

|

May 08, 2021 | 10:03 AM

કોરોના મહામારીની બીજી લહેરે બેંકિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ વધારી છે. ખાનગી અને સરકાર સંચાલિત બેંકોના આંતરિક અહેવાલ મુજબ એપ્રિલમાં તેમના 22 ટકા છૂટક લેણદારોએ EMI ચૂકવી નથી. જો ગ્રાહક વધુ બે હપતા ડિફોલ્ટ કરે છે તો લોનની મોટી રકમ NPA જશે.

90 દિવસ EMI ન મળે તો લોન NPA બની જાય છે બે દિવસ પહેલા જાહેર કરેલી RBIની મોરેટોરિયમ યોજનાનો લાભ તે જ લોન લેનારા અને વેપારીઓને મળશે જેમણે ગયા વર્ષે તેનો લાભ લીધો ન હતો કે કોઈ ડિફોલ્ટ કર્યો ન હતો. બેંકિંગના નિયમો અનુસાર જો EMIને 90 દિવસ માટે ચૂકવવામાં આવતી નથી તો લોન નોન પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે જાહેર કરવામાં આવે છે. બેંકોની દેવાની રિકવરીને પણ અસર થઈ છે કારણ કે બીજા વેવમાં ઘણાં બેંક કર્મચારીઓને ચેપ લાગ્યો હતો. વળી ઘણા શહેરોમાં લોકડાઉન થવાને કારણે લોન વિભાગનું કામ અટક્યું છે.

મુદ્દલ ડૂબવા અને બેલેન્સશીટ બગડવાનું જોખમ બેંકના અધિકારીઓ કહે છે કે મોટાભાગની બેંકો હાલમાં 3.૫ થી 4 ટકાના માર્જિન પર કાર્યરત છે. આવી સ્થિતિમાં 20-22 ટકા રકમ ડૂબવાના કારણે વ્યાજ તો જશે પણ મુદ્દલ ગુમાવવા સાથે બેલેન્સશીટ પણ બગડશે. રિઝર્વ બેંકે તાજેતરમાં જારી કરેલ અહેવાલમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર 2021 માં બેંકોની NPA 13 ટકાને પાર કરી શકે છે જ્યારે કેટલાક અહેવાલોમાં તે 18 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

ગયા વર્ષના લાભાર્થીઓને મોરેટોરિયમનો લાભ પણ મળ્યો હતો બેંકોએ RBIને વિનંતી કરી છે કે બેંકોને નુકસાનથી બચાવવા મોરટોરિયમની સ્થિતિમાં સુધારો કરવા અને ગયા વર્ષના લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા જોઈએ. એક બેંકરે કહ્યું, “જે લોકો ગયા વર્ષે લોકડાઉનને કારણે હપ્તા ચૂકવવામાં અસમર્થ હતા તેઓ શું આ વખતે કોઈપણ આવક વિના પૈસા આપી શકશે?” બીજી બાજુ NPA જાહેર થયા પછી ગ્રાહકની CIBILપણ બગડશે અને તેને ફરીથી લોન નહીં મળે. આનાથી આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી શકે છે અને બેંકોની આવક પર પણ અસર પડે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati