આ છે તે ત્રણ કારણો જેના લીધે પેટ્રોલ-ડીઝલ GST હેઠળ નથી આવી શકતા, સરળ શબ્દોમાં જાણો વિગતો

આ છે તે ત્રણ કારણો જેના લીધે પેટ્રોલ-ડીઝલ GST હેઠળ નથી આવી શકતા, સરળ શબ્દોમાં જાણો વિગતો
Petrol and Diesel - File Photo

સવાલ એ છે કે પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં કેમ ન આવી શકે? અહીં અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આની પાછળ ત્રણ મોટા કારણો છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 24, 2021 | 5:45 PM

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થાય છે ત્યારે એ જ જૂની ચર્ચા ઈંધણને જીએસટીના (GST) દાયરામાં લાવીને લોકોને મોંઘવારીથી બચાવવા જોઈએ દરેકના મનમાં પાછી આવી જાય છે. તાજેતરમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ (petrol and diesel Price) સેન્ચુરી ફટકારી ત્યારે ફરી આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે જરા પણ મોડું કર્યા વિના આ ચર્ચાને ઠંડી કરી દીધી હતી. હવે સવાલ એ છે કે પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં કેમ ન આવી શકે ?

અહીં અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આની પાછળ ત્રણ મોટા કારણો છે. પ્રથમ કેન્દ્ર સરકારની (central government) જંગી આવક, પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ પર રાજ્યોની નિર્ભરતા અને ત્રીજો મુદ્દો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો છે.

આ રીતે વિચારો…

સૌથી પહેલા તો કેન્દ્ર સરકારનું ગણિત સમજો. કેન્દ્ર સરકાર 1300 વસ્તુઓ અને 500 સેવાઓ પર GST લગાવીને આખા વર્ષમાં 11.41 લાખ કરોડની કમાણી કરે છે. આ આંકડા વર્ષ 2020-21ના છે અને આ જ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાંથી 4.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એટલે કે પેટ્રોલ અને ડીઝલનો ટેક્સ સરકારના કુલ GST કલેક્શનના લગભગ 40 ટકા બેસી જશે. સાથે જ એક બીજી વાત પણ સમજી લો, GSTનો સર્વોચ્ચ દર 28 ટકા છે. સરકાર તેને 28 ટકાની શ્રેણીમાં લાવીને પણ આટલી વસૂલાત કરી શકશે નહીં.

રાજ્યનું બજેટ સમજો

સૌ પ્રથમ, આ GST લાગુ થયા પછી, રાજ્યો પાસે ટેક્સ વસૂલવાના સંસાધનો મર્યાદિત થઈ ગયા છે. દારૂ અને પેટ્રોલ અને ડીઝલ જ હવે રાજ્યોની આવકના મુખ્ય સ્ત્રોત છે. રાજ્યોએ વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલમાંથી કુલ 2 લાખ કરોડથી વધુની કમાણી કરી છે. રાજ્ય સરકારો પણ તેમની ઈચ્છા મુજબ ટેક્સ વધારી કે ઘટાડી શકે છે. આ જ કારણ છે કે અલગ-અલગ રાજ્યોમાં વેટના દર અલગ-અલગ છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટનો મુદ્દો જટિલ 

ત્રીજો મુદ્દો થોડો વધુ જટિલ છે, તે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો. તેને એવી રીતે સમજો કે, વેપારી વ્યવસાય પર થયેલા ખર્ચમાં ટેક્સનો હિસ્સો પાછો લઈ લે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ તેના વ્યવસાયિક ઉપયોગ માટે લેપટોપ ખરીદે છે, તો તેના પરનો GST વેપારી તેના GST બિલમાંથી ઓછો કરી દે છે. પેટ્રોલ-ડીઝલ દરેક વ્યવસાયમાં જરૂરી છે, તો પછી સરકાર કેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપશે?

વીજળી અને જમીનનો હાલ

પેટ્રોલ અને ડીઝલની જેમ જ વીજળી અને જમીનની પણ આવી જ સ્થિતિ છે. આથી આ પણ GSTના દાયરાની બહાર છે.

પેટ્રોલ અને ડીઝલ પર સરકારોની વધુ નિર્ભરતા

તેથી એકંદર મુદ્દો એ છે કે જ્યાં સુધી પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય અને કેન્દ્ર સરકારોની નિર્ભરતા વધુ રહેશે ત્યાં સુધી કારણ ગમે તે હોય, પરંતુ તે GSTના દાયરામાં આવી શકશે નહીં. જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા હોય તો તમામ રાજ્યોમાં સમાન દર લાગુ કરીને તેની શરૂઆત કરવી પડશે.

આ પણ વાંચો :  Share Market : સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 56813 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati