Flash Sale News: જો તમે પણ ફ્લેશ સેલની આતુરતાથી રાહ જોવ છો ? તો આ સમાચાર તમારા માટે છે

પિયુષ ગોયલે પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે આ માહિતી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 2020 માં સુધારો કરી શકે છે અને શું સરકારે ગ્રાહકો પર ફ્લેશ સેલ પર પ્રતિબંધની અસર શોધવાનો પ્રયાસ કર્યો છે?

Flash Sale News: જો તમે પણ ફ્લેશ સેલની આતુરતાથી રાહ જોવ છો ? તો આ સમાચાર તમારા માટે છે
પ્રતિકાત્મક તસ્વીર

Flash Sale News: આજકાલ લોકો ઓનલાઇન શોપીંગ (Online Shopping) તરફ વળ્યાં છે. જેના કારણે નાના વેપારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તો ઓનલાઇન શોપિંગ સાઈટ સમયે-સમયે ફ્લેશ સેલ (Flash Sale)  પણ કરતી હોય છે. પરંતુ સરકાર હવે એક મોટું પગલું ભરવા જઈ રહી છે.કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે નાના વેપારીઓને નુકસાનથી બચાવવા માટે ઓનલાઇન રિટેલર્સ દ્વારા ફ્લેશ સેલનો સામનો કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઉપભોક્તા મામલાના મંત્રી પિયુષ ગોયલે એક સવાલના જવાબમાં આ અંગે વિસ્તૃત માહિતી આપી છે. નોંધનીય છે કે, તહેવારો દરમિયાન ફ્લેશ સેલમાં થોડીવારમાં ઓનલાઇન સાઇટ્સ પર ઘણી મોટી પ્રોડક્ટ્સ વેચાય છે.

સરકારને પૂછવામાં આવેલ પ્રશ્ન
પિયુષ ગોયલે પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે આ માહિતી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 2020 માં સુધારો કરવાનો છે અને શું સરકારે ગ્રાહકો પર ફ્લેશના વેચાણ પર પ્રતિબંધની અસર જાણવાનો પ્રયાસ કર્યો છે? જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમો 2020ને 23 જુલાઈ 2020 ના રોજ નોટીફાઈડ કરવામાં આવ્યા હતા.

સરકારે દરખાસ્તો મંગાવી
તેમણે કહ્યું કે ગ્રાહકોને નુકસાન પહોંચાડતા ઈ-કોમર્સમાં ખોટા બિઝનેસ ટ્રેન્ડને રોકવા માટે એક માળખું મજબૂત કરવાના હેતુથી કેન્દ્ર સરકારે તેમાં સુધારા માટે દરખાસ્તો મંગાવી છે. આ દરખાસ્તો વેબસાઇટ પર આમંત્રિત કરવામાં આવી છે. સૂચિત સુધારાઓ કપટી ફ્લેશ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. એટલે કે, તે ફ્લેશ વેચાણ જેમાં કંપનીઓ પ્રતિબંધિત વિક્રેતા અથવા વેચાણકર્તાઓના જૂથને તેમના પ્લેટફોર્મ પર ઉત્પાદનો અને સેવાઓ વેચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

સરકારે વ્યક્ત કરી ચિંતા
પિયુષ ગોયલે મોટા ઓનલાઈન રિટેલરોની વધતી જતી અસર પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ એ વાતથી ચિંતિત છે કે મોટા વેપારીઓના કારણે નાના વેપારીઓને ખોટી અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર તે પગલાં લેવા તૈયાર છે જેથી તેમના હિતોનું રક્ષણ થઈ શકે. પીયૂષ ગોયલે ગૃહમાં કહ્યું કે મોટા છૂટક વેપારીઓની મોટી અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકો પાસે ઊંચા ભાવે માલ ખરીદવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહીં.

જૂનમાં સરકારે શું કહ્યું?
અગાઉ જૂનમાં, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓની ડિસ્કાઉન્ટ ઓફર અને ફ્લેશ વેચાણ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. આ બાબતે, ગ્રાહક બાબતોના મંત્રાલયે મંગળવારે સ્પષ્ટપણે કહ્યું કે તે ડિસ્કાઉન્ટ ઓફર અને ફ્લેશ વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઈરાદો નથી. નવા ડ્રાફ્ટમાં ઈ-કોમર્સ પોર્ટલની વ્યવસાયિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ નથી. અગાઉ, અહેવાલ હતો કે સરકાર ડિસ્કાઉન્ટ, ફ્લેશ સેલ્સ અને મિસ સેલિંગને રોકવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નિયમો બદલવા જઈ રહી છે. જેના કારણે ફ્લેશ સેલ અંકુશમાં આવશે.

સરકારનું વલણ કંઈક બીજું હતું
ગ્રાહક બાબતોના મંત્રાલયે 22 જૂને પત્રકાર પરિષદ યોજીને આ બાબતે સ્પષ્ટતા કરી હતી. મંત્રાલયનું કહેવું છે કે ડિસ્કાઉન્ટ / વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચાલુ રહેશે. ફ્લેશ સેલ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે નવા ડ્રાફ્ટમાં ઈ-કોમર્સ પોર્ટલની બિઝનેસ પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ નથી. ફ્લેશ સેલની આડમાં ગ્રાહકો સાથે છેતરપિંડીને અટકાવવા માટે ડ્રાફ્ટ નિયમમાં નવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિયમો હજુ સુધી ફાઈનલ થયા નથી.

આ પણ વાંચો : ઔદ્યોગિક સંકટ : એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણના કારણે ૩ GIDC ના સેંકડો ઉદ્યોગો ઠપ્પ થવાનો ભય, જાણો શું છે મામલો

આ પણ વાંચો : Mumbai : એક કલાકારે શહેરમાં ખેલાડીઓ અને ફ્રન્ટ વર્કરના ચિત્રો બનાવી લોકોને “સ્વચ્છ ભારત”માટે જાગૃત કર્યા,જુઓ Photos

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati