MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં સ્વિંગ પ્રાઇસિંગ શું છે?

ડેટ ફંડ્સમાં રોકાણ જાળવી રાખવા માટે ખાસ કરીને નાના રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે જ સેબી સ્વિંગ પ્રાઇસિંગ ટેકનિક લઇને આવી રહી છે. આ ટેકનીકને સ્વિંગ પ્રાઇસિંગ કહેવામાં આવે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 20, 2022 | 3:16 PM

MONEY9: ડેટ ફંડ્સ (DEBT FUNDS)માં રોકાણ જાળવી રાખવા માટે ખાસ કરીને નાના રોકાણકારો (INVESTORS)ને નુકસાનથી બચાવવા માટે જ સેબી સ્વિંગ પ્રાઇસિંગ (SWING PRICING)ટેકનિક લઇને આવી રહી છે. આ ટેકનીકને સ્વિંગ પ્રાઇસિંગ કહેવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કેવી રીતે કામ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં સ્વિંગ પ્રાઇસિંગ.

કોઇ સ્કીમમાંથી મોટાપાયે ઉપાડ થાય છે અને ફંડ મેનેજરને ઓછી કિંમતે મોટી સંખ્યામાં સિક્યોરિટીઝ વેચવી પડે છે ત્યારે આ વેચવાલીનો બોજ સ્કીમના બાકીના રોકાણકારો પર પડે છે. જો કે, નવા રોકાણકારોને તેમાં ફાયદો એ થાય છે કે તેમને ઓછા NAV પર યૂનિટ્સ મળી જાય છે. ડેટ ફંડ્સમાં રોકાણ જાળવી રાખવા માટે ખાસ કરીને નાના રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે જ સેબી સ્વિંગ પ્રાઇસિંગ ટેકનિક લઇને આવી રહી છે.

હવે તમને જણાવીએ કે આ ટેકનિક કેવી રીતે કામ કરે છે. સ્વિંગ પ્રાઇસિંગમાં ફંડ હાઉસ કોઇ સ્કીમની NAVને એડજસ્ટ કરે છે. તેનો હેતુ એ હોય છે કે મોટી સંખ્યામાં રિડમ્પ્શન એટલે કે યૂનિટ વેચવાના સંજોગોમાં હાલના રોકાણકારોને બચાવી શકાય. દુનિયાના ઘણાં દેશોમાં આનો ઉપયોગ થઇ રહ્યો છે. માર્ચ 2022થી તેને ભારતમાં પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.

અત્યારે થાય છે એવું કે કોઇ નાણાકીય સંકટ કે બજારમાં ભારે ઉથલ-પાથલના સંજોગોમાં રિડમ્પ્શન માટે ફંડ હાઉસ લિક્વિડ ગણાતી સિક્યોરિટીઝ વેચી નાંખે છે. પોર્ટફોલિયોમાં આવી સિક્યોરિટીઝની માત્રા વધી જાય છે જેનું ખરીદ-વેચાણ આસાન નથી હોતું.

સેબીનો નવો નિયમ લાગુ થયા બાદ મોટા રોકાણકારો હાલની NAVથી 1 થી 2 ટકા ઓછી કિંમતે વેચાણ કરી શકશે. આ એક રીતે એક્ઝિટ લોડનું કામ કરશે. જેનાથી મોટી સંખ્યામાં રિડમ્પ્શન પર અંકુશ લગાવી શકાશે. આવું એટલા માટે કે તે NAVના નીચે જવા માટે જવાબદાર ગણાય છે. બીજી બાજુ નવું રોકાણ કરનારા રોકાણકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે. નવા રોકાણકાર આવશે તો NAVના ઘટવા પર આપોઆપ લગામ લાગશે.

આની પાછળનો તર્ક એ છે કે મોટી સંખ્યામાં ઉપાડનો જે ખર્ચ હોય છે તેની ભરપાઇ રિડમ્પ્શન કરનારા જ કરે. તેનો બોજ રોકાણ જાળવી રાખનારા રોકાણકારો પર શું કામ પડે? આનાથી નાના રોકાણકારોને કોઇ નુકસાન નહીં થાય કારણ કે 2 લાખ રૂપિયાના રિડમ્પ્શન પર આ પ્રાઇસિંગ નહીં લાગુ પડે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">