MONEY9: પૈસાની મુશ્કેલી દૂર કરશે આ ફંડ, મળશે સૉલ્યૂશન

સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લોંગ ટર્મ લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:52 PM

MONEY9: સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ (SOLUTION FUND) એવા મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લોંગ ટર્મ લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે. એક મધ્યમવર્ગના પરિવારની સૌથી મોટી ચિંતા કઇ વાતની હોય છે, જાણો છોબાળકોના અભ્યાસ અને રિટાયરમેન્ટ બાદ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી

ઉદાહરણ સાથે જોઇએ તો, આનંદ પણ આવા જ પ્રયાસમાં લાગેલા છે. તેમના મનમાં એવા જ સવાલો ઉભા થાય છે કે બે બાળકોના અભ્યાસ અને રિટાયરમેન્ટ બાદ આરામદાયક જિંદગી જીવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી. આ કહાની એકલા આનંદની નથી. તેમના જેવા તમામ લોકો આવી જ મુંઝવણનો સામનો કરી રહ્યાં છે. તો શું કોઇ એવું સાધન છે જેનાથી આનંદની મુશ્કેલીનું સૉલ્યુશન મળી શકે? આનો જવાબ છે હાંસૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ ખાસ આ જ હેતુથી બનાવાયા છે

સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ હોય છે શું?

આ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લોંગટર્મ લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે. તેમાં કેપિટલ એપ્રિસિએશનની સાથે સારું રિટર્ન પણ મળે છે. સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ મેનેજર રોકાણકારોના ફાઇનાન્સિયલ ટાર્ગેટ, રિટર્ન અને જોખમની ક્ષમતાનું અનુમાન લગાવે છે. ત્યાર બાદ તેઓ એક એવો પોર્ટફોલિયો તૈયાર કરે છે, જેનાથી રોકાણકારોની અપેક્ષા અનુસાર વધુમાં વધુ રિટર્ન મળે..

કેટલા પ્રકારના હોય છે આ ફંડ?

રોકાણકારોના રોકાણ લક્ષ્ય અનુસાર, SEBI(સેબી)એ આ ફંડ્સને બે કેટેગરીમાં વહેંચ્યા છેરિટાયરમેન્ટ ફંડ અને ચિલ્ડ્રન્સ ફંડ.

રિટાયરમેન્ટ ફંડ

આ ફંડનો હેતુ રિટાયરમેન્ટ બાદ એક આવક ઊભી કરવાનો છે. આનંદ હજુ યુવાન છે અને તેમને નિવૃતિના ઘણાં વર્ષો બાકી છે. ત્યારે આ પ્રકારના આ ફંડ પોતાના પોર્ટફોલિયોમાં ઊંચા જોખમવાળા શેરોને સામેલ કરીને આક્રમક રોકાણ રણનીતિ અપનાવે છે.

લોંગ ટર્મ રોકાણ બાદ આ ફંડ્સમાંથી એકસાથે કે નિયમિત અંતરે ટુકડામાં પૈસા કાઢવાની મંજૂરી આપવામાં આવે છે. આ રીતે આ ફંડ રિટાયરમેન્ટ બાદ કોઇ રોકાણકારની નાણાકીય સુરક્ષા માટે પેન્શનની જેમ કામ કરે છે. આ ફંડમાં 5 વર્ષનો જ લૉક-ઇન પીરિયડ હોય છે. પરંતુ રિટાયરમેન્ટ કે 60 વર્ષની ઉંમર પહેલા પૈસા ઉપાડવા પર એગ્ઝિટ લોડ લાગે છે.

ચિલ્ડ્રન ફંડ્સ

હવે આવી બાળકોના અભ્યાસની વાત. તો ચિલ્ડ્રન ફંડ્સમાં લોકો મોટાભાગે મૂડીની વૃદ્વિ માટે રોકાણ કરે છે. આ સ્કીમથી જે રિટર્ન મળે છે, તેનો ઉપયોગ બાળકોના હાયર એજ્યુકેશન અને લગ્ન જેવી જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી શકે છે. ભારતમાં ચિલ્ડ્રન્સ ફંડ્સ પર ભારે એગ્ઝિટ પેનલ્ટી લાગે છે. એટલે કે તેમાં પૈસા કાઢવાની બાબતને પૂરી રીતે હતોત્સાહિત કરવામાં આવે છે. જેના કારણે ફંડમાં વધુમાં વધુ આવક થતી રહે છે.

જો કોઇ રોકાણકાર કોઇ ચિલ્ડ્રન્સ ફંડમાં પાંચ વર્ષના લૉક-ઇન પીરિયડ પહેલાં પૈસા કાઢવા ઇચ્છે તો તેની પર સામાન્ય રીતે 4% સુધી પેનલ્ટી ચુકવવી પડે છેસૉલ્યૂશન ઓરિએન્ટેડ ફંડ રોકાણકારોને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડેટ ફંડની વચ્ચે અદલા-બદલી કરવાની તક આપે છે. ફંડ મેનેજર રોકાણકારની ઉંમરના હિસાબે રણનીતિમાં ફેરફાર કરી શકે છે.

જાણકારો કહે છે કે, સૉલ્યૂશન ઓરિએન્ટેડ ફંડ્સના લૉક-ઇન પીરિયડનો ફાયદો એ છે કે રોકાણકાર તેમાંથી પૈસા વિચાર્યા વગર ઉતાવળે નથી કાઢી શકતો. રોકાણકારે પોતાની રોકાણ યોજનામાં વળગી રહેવું પડશે. જો કે, લૉક-ઇન પીરિયડનું નુકસાન એ છે કે ઘણીવાર ઇમરજન્સીના સમયમાં પણ તમે પૈસા નથી કાઢી શકતા.

Nivesh.comના ફાઉન્ડર તેમજ CEO અનુરાગ ગર્ગે કહ્યું કે સૉલ્યૂશન ઓરિએન્ટેડ ફંડ ઇક્વિટી કે હાઇબ્રિડ ફંડ્સ જેવા જ હોય છે. તેમાં કોઇપણ પ્રકારનો વધારાનો ફાયદો નથી મળતો. ઘણાં સૉલ્યૂશન ઓરિએન્ટેડ ફંડમાં લૉક-ઇન પીરિયડ હોય છે. આ લૉક-ઇન પીરિયડ પરિસ્થિતિ અનુસાર ક્યારેક ફાયદાકારક હોય તો ક્યારેક નુકસાનકારક.

મની9ની સલાહ

  • સૉલ્યૂશન ઓરિએન્ટેડ ફંડ્સ એવા હાઇબ્રિડ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. પરંતુ તેમાં લૉક-ઇન પીરિયડ હોય છે.
  • રોકાણકાર ઇચ્છે તો આ ફંડની જગ્યાએ ઓપન એન્ડેડ ઇક્વિટી ડાયવર્સિફાઇડ ફંડમાં પૈસા લગાવી શકે છે.
  • આવા ફંડ ટાઇમ હોરાઇઝન અનુસાર પોર્ટફોલિયોમાં વધુ ફ્લેક્સિબિલિટી આપી શકે છે. પરંતુ જો તેમાં અનુશાસનની સાથે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવામાં આવે તો આ ફંડ તેમના માટે ઉચિત છે.
Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">