AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signature Loan શું છે? જે માત્ર એક હસ્તાક્ષર સામે તમારા ખાતામાં પૈસા પહોંચાડે છે

તમે હોમ લોન(Home Loan), એજ્યુકેશન લોન(Education Loan), પર્સનલ લોન(Personal Loan) અને ગોલ્ડ લોન(Gold Loan) વિશે તો સાંભળ્યું જ હશે. આપણાં પૈકી ઘણા લોકોએ હોમ લોન અથવા પર્સનલ લોન લીધીપણ હશે. ઘર અથવા પર્સનલ લોન મેળવવા માટે વ્યક્તિએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

Signature Loan શું છે? જે માત્ર એક હસ્તાક્ષર સામે તમારા ખાતામાં પૈસા પહોંચાડે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:01 AM
Share

તમે હોમ લોન(Home Loan), એજ્યુકેશન લોન(Education Loan), પર્સનલ લોન(Personal Loan) અને ગોલ્ડ લોન(Gold Loan) વિશે તો સાંભળ્યું જ હશે. આપણાં પૈકી ઘણા લોકોએ હોમ લોન અથવા પર્સનલ લોન લીધીપણ હશે. ઘર અથવા પર્સનલ લોન મેળવવા માટે વ્યક્તિએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને તમારી આવક પણ નિશ્ચિત છે તો બેંક સરળતાથી લોન મંજૂર કરે છે.

લોન મેળવવા માટે કેટલાક દસ્તાવેજો અને આઈડી પ્રૂફ બેંકમાં જમા કરાવવાના રહેશે. પરંતુ, સિગ્નેચર લોન(Signature Loan)ના કિસ્સામાં આવી કોઈજ મુશ્કેલીનો સામનો કરવાનો રહેતો નથી. આ એક અલગ પ્રકારની લોન છે જે બેંક વ્યક્તિને તેના હસ્તાક્ષર(Signature)સામે મળે છે.

ખાસ વાત એ છે કે ઘણા લોકોએ સિગ્નેચર લોનનું નામ પણ સાંભળ્યું નહીં હોય. મોટાભાગના લોકો હોમ લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન વિશે જ જાણે છે. પરંતુ, સિગ્નેચર લોન પણ બેંકો દ્વારા ચલાવવામાં આવે છે. સિગ્નેચર લોન લેવા માટે વ્યક્તિએ માત્ર તેની સહી કરવી પડે છે અને લોનની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર થાય છે. તો ચાલો જાણીએ શું છે સિગ્નેચર લોન અને કેવા લોકોને આ લોન મળે છે.

આ પણ વાંચો : RR Kabel IPO : આજે RR Kabel નો શેર લિસ્ટ થશે, IPO બાદ બે દિવસમાં લિસ્ટ થનારી પ્રથમ કંપની બનશે

આ લોનના વ્યાજ દર નીચા રહે છે

સિગ્નેચર લોનને સદ્ભાવની લોન અથવા પાત્ર લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અથવા સાદી ભાષામાં કહીએ તો આ પણ એક પ્રકારની પર્સનલ લોન છે. બેંકો કોઈપણ જાતની જામીનગીરી વિના આ લોન આપે છે.  તેના વ્યાજનો દર હોમ લોન, પર્સનલ લોન કે એજ્યુકેશન લોન કરતાં વધારે છે. જો કે, તેનો વ્યાજ દર ક્રેડિટ કાર્ડના વ્યાજ દર કરતા ઓછો રહે છે.

લોન કોને મળે છે?

સિગ્નેચર લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ લોન આપતા પહેલા બેંક ગ્રાહકની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. જ્યારે બેંકને સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે લોન લેનાર વ્યક્તિ સરળતાથી લોન ચૂકવશે, તો જ તે લોન પાસ કરે છે. તે જ સમયે, ઘણી વખત બેંક સિગ્નેચર લોન આપતા પહેલા ગેરેન્ટરની સહી પણ લે છે. જો કે, લોન આપ્યા પછી, જ્યારે લોન લેનાર EMI ચૂકવતો નથી ત્યારે બેંક ગેરેંટર શોધે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">