REIT: 500-1000 રૂપિયાનું રોકાણ કરીને પણ પ્રોપર્ટીના માલિક બની શકાય છે, બેંક FDથી મળશે ડબલ વળતર

REIT એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ( Real Estate Investment Trust)સામાન્ય રોકાણકારોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની તક આપે છે. જેમાં ટ્રેડિંગ કરવું પણ ખૂબ જ સરળ છે અને ડિવિડન્ડમાંથી નિશ્ચિત વળતર આપે છે. ચાલો જાણીએ કે REIT શું છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો છો.

REIT: 500-1000 રૂપિયાનું રોકાણ કરીને પણ પ્રોપર્ટીના માલિક બની શકાય છે, બેંક FDથી મળશે ડબલ વળતર
500-1000 રૂપિયાનું રોકાણ કરીને પણ પ્રોપર્ટીના માલિક બની શકાય છે
Image Credit source: file photo
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 03, 2022 | 11:40 AM

invest in REIT: રોકાણ (Investment) ની દૃષ્ટિએ અત્યારે ખૂબ જ ખરાબ તબક્કો ચાલી રહ્યો છે. શેરબજાર (Share Market) વળતર આપવાને બદલે પૈસા ડૂબી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટ (Crypto Market)ની તો સ્થિતિ જ શુ પુછવી ?. બેંક FD રેટ (Bank FD Rate)પણ ફુગાવાના દરથી નીચે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, મોંઘવારીના મારને સહન કરવા માટે સલામત અને વળતરયુક્ત રોકાણ ક્યાં કરવું. રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector)ને રોકાણની સલામતીની દૃષ્ટિએ સારું માનવામાં આવે છે, પરંતુ અહીં સમસ્યા એ છે કે, દરેક પાસે મોટી રકમ નથી. આજે અમે તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે તમે 500-1000 રૂપિયાથી પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો અને સૌથી સારી વાત એ છે કે તમે બેંકોના FD રેટ કરતાં વધુ વળતર મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે શક્ય છે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શું છે?

રિયલ એસ્ટેટ સેક્ટરને સામાન્ય રોકાણકારોની પહોંચમાં લાવવા અને સેક્ટર માટે રોકડ એકત્ર ઉપાયનો વિચાર કરવામાં આવ્યો હતો,આ ઉપાય રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REIT તરીકે ઓળખાય છે. હવે પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે REET એટલે શું? REITsને એવી કંપનીઓ કહેવામાં આવે છે, જે સારી આવક કરતી મિલકતો ધરાવે છે. આ મિલકતોમાં મોલ, હોસ્પિટલ, ઓફિસ સ્પેસ, હોટલ વગેરેનો સમાવેશ થાય છે. સાદી ભાષામાં કહીએ તો, REIT એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે, પરંતુ આ ફંડ શેરબજારમાં રોકાણ કરવાને બદલે મિલકતોમાં નાણાંનું રોકાણ કરે છે.

REITમાં રોકાણ કરીને કમાણી કેવી રીતે કરવી?

હવે તમે જાણો છો કે, REETs કેવી રીતે કામ કરે છે? અગાઉ જણાવ્યા મુજબ, તેઓ મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. REITs સામાન્ય રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે અને તૈયાર ભંડોળના મોટા પૂલમાંથી આવી મિલકતો ખરીદે છે, જે ભાડાની સારી આવક આપે છે. ભારતમાં REITs મુખ્યત્વે ઓફિસ સ્પેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ યુએસ બજારોમાં, REITsએ વેરહાઉસ, મોલ વગેરે જેવા સ્થળો પસંદ કર્યા છે. હવે REITને મિલકતમાંથી જે ભાડાની આવક મળે છે તે રોકાણકારોને ડિવિડન્ડ તરીકે પરત કરવામાં આવે છે. REIT માટે આવકના 90% રોકાણકારોમાં ડિવિડન્ડ તરીકે વહેંચવાનો નિયમ છે. બીજી તરફ, મુખ્ય REITs પણ શેરબજારમાં લિસ્ટેડ છે અને તેમના શેરનો વેપાર અન્ય કંપનીની જેમ થાય છે. જો તેના ભાવ વધે તો રોકાણકારોને પણ તેનો ફાયદો થાય છે.

સેબીના આ સુધારાથી સામાન્ય રોકાણકારોને ફાયદો થાય છે

જ્યારે REIT ભારતમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે તેમના માટે લોટ સાઈઝ 200 યુનિટ હતી અને થોડા સમય પહેલા સુધી તેમાં અંદાજે 50 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. બાદમાં માર્કેટ રેગ્યુલેટરે તેમાં ઘણા સુધારા કર્યા. રિટેલ રોકાણકારોને ધ્યાનમાં રાખીને સૌથી મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. રિટેલ રોકાણકારોને આ ઉભરતી સિરીઝમાં પ્રવેશવા સક્ષમ બનાવવા માટે, સેબીએ લોટનું કદ 200 યુનિટથી ઘટાડીને 01 યુનિટ કર્યું. IPOમાં રોકાણની લઘુત્તમ મર્યાદા પણ 50,000 રૂપિયાથી ઘટાડીને 10-15 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સુધારાથી રિટેલ રોકાણકારોની પહોંચમાં REIT લાવ્યું.

આ ભારત 03 રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે

ભારત વિશે વાત કરીએ તો હાલમાં બજારમાં 03 REET લિસ્ટેડ છે. પ્રથમ નામ બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટનું આવે છે. તેની એક યુનિટની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 337.28 છે. એ જ રીતે, એમ્બેસી ઑફિસ પાર્ક્સ REITનો 52-સપ્તાહનો સર્વોચ્ચ ભાવ રૂ. 394.95 છે અને Mindspace Business Parks REITનો 52-સપ્તાહનો સર્વોચ્ચ રૂ. 365 છે. આનો અર્થ એ છે કે, રૂ. 400 કરતાં ઓછી રકમ સાથે પણ વ્યક્તિ REIT ટ્રેડિંગમાં પ્રવેશ કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati