જો તમને બેન્કમાંથી ગંદી કે ફાટેલી નોટ આવે છે ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વપૂર્ણ

બેન્કમાંથી ઘણીવાર ગ્રાહકોને ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ (Mutilated Notes) આપવામાં આવે છે. જેના લીધે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાઈ જવાઈ છે. પરંતુ હવે બેન્ક દ્વારા જો તમને આ પ્રકારની નોટ આપવામાં આવે છે તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 13:46 PM, 4 Apr 2021
જો તમને બેન્કમાંથી ગંદી કે ફાટેલી નોટ આવે છે ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વપૂર્ણ
ફાટેલી નોટ

બેન્કમાંથી ઘણીવાર ગ્રાહકોને ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ (Mutilated Notes) આપવામાં આવે છે. જેના લીધે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાઈ જવાઈ છે. પરંતુ હવે બેન્ક દ્વારા જો તમને આ પ્રકારની નોટ આપવામાં આવે છે તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે.

બેન્ક દ્વારા જો હવે તમને ફાટેલી-તૂટેલી કે ગંદી નોટ (Mutilated Notes) આપવામાં આવતી હોય તો બેન્કને પણ દંડ ભરવો પડશે. 100 રૂપિયા સુધીના તૂટેલી અને ગંદી નોટ (Mutilated Notes) આપવા પર નુકસાનની રકમ ઉપરાંત બેંકોને નોટ દીઠ 50 થી 100 રૂપિયા દંડ ચૂકવવો પડશે. ક્લીન નોટ પોલિસી હેઠળ ભારતીય રિઝર્વ બેંકની નવી માર્ગદર્શિકા 1 એપ્રિલથી અમલમાં આવી છે. આરબીઆઈએ જારી કરેલા માસ્ટર પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંકો પર એક મહિનાની અંદર દંડની વિરુદ્ધ અપીલ કરી શકે છે પરંતુ કર્મચારી નવો, તાલીમ વગરનો, માહિતીનો અભાવ, સુધારાત્મક પગલા લેવામાં આવ્યા છે અથવા કરવામાં આવશે જેમ કે દલીલો પર દંડમાં છૂટછાટ મળી નથી. તે સમયે અપીલ રદ કરવામાં આવશે.

માર્ગદર્શિકા સેવાઓ પર સમાધાન ન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. ગંદી અને તૂટેલી-ફૂટેલી નોટ માટે દંડ તરત જ વસૂલ કરવામાં આવશે. સી.સી.ટી.વી.ની ખામી અને શાખામાં બેંકના સ્ટ્રોંગ રૂમની બહાર રોકડ ઉપર પણ પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. દરેક અનિયમિતતા માટે 5000 રૂપિયા દંડ ચૂકવવા પડશે ભૂલના પુનરાવર્તન પર દંડની રકમ 10 હજાર કરવામાં આવશે.

ગંદી અને ફાટેલી નોટને બદલવા ના પર જે બેન્ક પર 5 ફરિયાદ હશે તે બેન્કને તાત્કાલિક પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સિક્કા જમા નહીં કરવા કે નહીં આપવા બદલ આરબીઆઈ એક લાખનો દંડ લેશે. જે બેંક શાખા 50 રૂપિયા કે તેથી ઓછીની નોટો લેવાનો ઇનકાર કરે છે, તે પણ દંડની સમાન કેટેગરીમાં મૂકવામાં આવી છે.

આરબીઆઈ ગ્રાહકોને સેવાઓ સુધારવા બદલ બેન્કોને ઇનામ પણ આપશે. શક્ય તેટલી ગંદી અને ફાટેલી નોટને બદલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. 50 રૂપિયા સુધીની નોટો કન્વર્ટ કરવા માટે પેકેટ દીઠ 2 રૂપિયા મળશે. ગંદી અને ફાટેલી નોટને બદલવા માટે પ્રતિ નોટ 2 રૂપિયાની રકમ આપવામાં આવશે. એક બેગ સિક્કા વિતરણ કરવા માટે તમને 25 રૂપિયા મળશે.

બનાવટી ચલણના કૌભાંડમાં બેંકોની દેખરેખ અને જવાબદારીમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકોની મુખ્ય કચેરીમાં ફેક નોટ વિજિલન્સ સેલ બનાવવામાં આવશે, જે શાખાઓમાંથી આવતી દરેક બનાવટી નોટનો હિસાબ રાખશે. બેંકો નકલી નોટો અંગેની માહિતી નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો તેમજ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે એફઆઇયુને આપશે. બનાવટી નોટને નષ્ટ કરવા અને ગ્રાહકને પરત કરવીએ ગંભીર ગુનો માનવામાં આવશે. આમ કરતા કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.