Wear N Pay : ડિજિટલ પેમેન્ટમાં વધારા સાથે કોન્ટેક્ટલેસ પેમેન્ટની સિસ્ટમ પણ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, વોલેટ દ્વારા પેમેન્ટ પછી, હવે તમે કીચેન(Keychain) અને ઘડિયાળ (Watch) દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. દેશની સૌથી મોટી ખાનગી બેંક એક્સિસ બેંકે વેઅર એન્ડ પે(Wear N Pay) બ્રાન્ડ હેઠળ વેયરેબલ કોન્ટેક્ટલેસ પેમેન્ટ ડિવાઇસ લોન્ચ કર્યું છે. આ ડિવાઈઝને બેન્ડ, કી ચેન અને વોચ લૂપથી પહેરી શકાય છે. તેની કિંમત 750 રૂપિયા છે.
આ વેયરેબલ સીધી રીતે એક્સિસ બેંકના ગ્રાહકોના ખાતા સાથે જોડાયેલ છે અને તે નિયમિત ડેબિટ કાર્ડની જેમ કાર્ય કરે છે. તે કોઈપણ વેપારી સ્ટોર પર ખરીદીને મંજૂરી આપે છે જે કોન્ટેક્ટલેસ વ્યવહારોને સ્વીકારે છે. Wear N Pay ડિવાઈઝ ફોન પર અથવા કોઈપણ એક્સિસ બેંક શાખામાંથી મંગાવી શકાય છે.
તમે PIN વિના 5 હજાર રૂપિયા ચૂકવી શકો છો આ સુવિધા દ્વારા તમે પોઇન્ટ ઓફ સેલ (POS) મશીન પર પિન વિના 5000 રૂપિયા ચૂકવી શકો છો. 5 હજાર રૂપિયાથી વધુની ચુકવણી પર પિનની જરૂર પડશે. આ ઉત્પાદનોની રચના અને નિર્માણ માટે બેંકે Thales and Tappy Technologiesસાથે ભાગીદારી કરી છે જે માસ્ટરકાર્ડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
આ ઉત્પાદનોની રચના અને નિર્માણ માટે બેંકે Thales and Tappy Technologies સાથે ભાગીદારી કરી છે, જે માસ્ટરકાર્ડ પ્લેટફોર્મ પર વિશેષ રૂપે ઉપલબ્ધ છે. આ બજારમાં આવવા માટે,Wear N Pay પ્રોગ્રામ ખૂબ કિફાયતી છે અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ સુવિધાઓ પ્રદાન કરે છે. આ ચુકવણીનો સલામત અને સુરક્ષિત મોડ છે તેમ બેન્કનું કહેવું છે.
Wear N Payડિવાઇસ ફોન બેંકિંગ અથવા કોઈપણ એક્સિસ બેંક શાખામાંથી ખરીદી શકાય છે. અન્ય બેંકોના ગ્રાહકો વિડિઓ કેવાયસી દ્વારા અથવા તેમની નજીકની એક્સિસ બેંક શાખામાં ઓનલાઇન એકાઉન્ટ ખોલીને Wear N Pay ડિવાઇસની સુવિધા મેળવી શકે છે.