શું તમારે પોસ્ટ ઓફિસની માસિક આવકની યોજનામાં રોકાણ કરવું છે? તો જાણી લો આ ખાસ વાત

Post Office Monthly Income Scheme: આ પોસ્ટ ઓફિસ સ્કીમ ખાતાની મુદત દરમિયાન રોકાણકારોને વ્યાજ સ્વરૂપે માસિક આવક આપે છે. અહીં તમને જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે યોજના સાથે ખાતું ખોલાવી શકો છો.

શું તમારે પોસ્ટ ઓફિસની માસિક આવકની યોજનામાં રોકાણ કરવું છે? તો જાણી લો આ ખાસ વાત
પોસ્ટ ઓફીસની યોજનામા રોકાણ કરતા પહેલા આ વાત જાણી લો

લોકો પોતાની નિવૃત જીંદગી માટે અગાઉથી જ ઘણુ  આયોજન કરતા હોય છે. ઘણા લોકોએ ઘણી યોજનાઓમાં રોકાણ કરેલુ હોય છે. પરંતુ જે લોકો નિવૃત્તિ માટે આયોજન કરી રહ્યા છે તેઓએ હવે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. લોકોને નિવૃત્તિ પછી વધુ સારૂ જીવન મળી શકે તે માટે રાજ્ય સમર્થિત યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. કારણકે તે રોકાણકારોને સલામત અને પ્રભાવશાળી વળતર આપે છે. આ સાથે જ પોસ્ટ સમયાંતરે ઘણી નવી અને આકર્ષક રોકાણ યોજનાઓ રજૂ કરે છે, જે તેમની નિવૃત્તિને સુરક્ષિત કરી શકે છે.

 

પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી યોજના

ભારતીય પોસ્ટ માસિક આવક યોજના (MIS) ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો. સગીર કે જેને વાલી અથવા ગાર્ડીયન હોવું જરૂરી છે અથવા 10 વર્ષથી વધુ ઉંમરના સગીર તેમના પોતાના નામે એમઆઈએસ ખાતું ખોલાવી શકે છે.

 

1000ની ન્યૂનતમ રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા 100ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.

 

ખાતુ ખોલાવવા માટે જરૂરી બાબતો

  • પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
  • પછી અરજી ફોર્મ ભરો અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
  • તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે આઈડી પ્રૂફ માટે આધાર અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ આઈડી પ્રુફ આપવાનું રહેશે.
  • વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ.
  • આ ખાતું ખોલવા માટે જરૂરી ન્યૂનતમ બેલેન્સ 1000 રૂપિયા છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે.
  • વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે.

 

આ એમઆઈએસ (MIS) ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષ માટે માન્ય છે. ખાતું ખોલવાની તારીખથી એક વર્ષના અંત પહેલા ખાતું બંધ કરી શકતા નથી. જો એક વર્ષ પછી અને 3 વર્ષ પહેલા ખાતું બંધ કરવામાં આવે તો ચુકવણી કરતા પહેલા 2% રકમ મુળ રકમમાંથી  કાપવામાં આવશે. 3 વર્ષ પછી પણ ખાતું ખોલ્યાની તારીખથી 5 વર્ષ પહેલા બંધ કરાવવામાં આવશે તો ચુકવણી પહેલા 1% રકમ મુળ રકમમાંથી  કાપવામાં આવશે.

 

આ પણ વાંચો :  Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?

Click on your DTH Provider to Add TV9 Gujarati