વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો, સરકારી તંત્ર સામે નિવેદન કરનાર જેકમાં ને સબક શીખવાડવા શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો

વોલ સ્ટ્રીટ જર્નલએ એન્ટ ગ્રૂપના IPO પર તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એન્ટ ગ્રૂપ IPOની કિંમત 37 અબજ ડોલર હતી. માનવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વનો સૌથી મોટો IPO હશે પણ તે વિવાદમાં સપડાયો છે. એન્ટ જૂથને […]

વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો, સરકારી તંત્ર સામે નિવેદન કરનાર જેકમાં ને સબક શીખવાડવા શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો
Ankit Modi

| Edited By: Pinak Shukla

Nov 14, 2020 | 12:02 PM

વોલ સ્ટ્રીટ જર્નલએ એન્ટ ગ્રૂપના IPO પર તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એન્ટ ગ્રૂપ IPOની કિંમત 37 અબજ ડોલર હતી. માનવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વનો સૌથી મોટો IPO હશે પણ તે વિવાદમાં સપડાયો છે.
shanghai-stock-exchange-suspends-ant-group-ipo jack ma ne lagyo tagdo jatko shanghai stock exchange e suspends karyo alibaba na ant group no IPO  એન્ટ જૂથને ચીની સરકારી તંત્રની બુરાઈ કરવી ભારે પડી છે. એન્ટ ગ્રુપના માલિક જેક માએ ચીનના રેગ્યુલેટર અને બેંકોની ટીકા કરી હતી.  ઓક્ટોબરમાં એક સમિટ દરમિયાન કહ્યું હતું કે દેશમાં હાલની રેગ્યુલેટર  સિસ્ટમ બદલાવ સામે અવરોધ ઉભા કરી રહી છે.  ત્યારબાદ નિયમનકારોએ જેકમાંને સમન્સ મોકલ્યું અને ફિનટેક કંપની એન્ટ ગ્રુપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કહેવામાં આવ્યું છે કે કંપનીના ઉત્પાદનો દેશના યુવાનોને ગરીબી અને દેવા તરફ ધકેલી રહ્યા છે.

ચીનનું એન્ટ ગ્રુપ રેકોર્ડ  35 અબજ એકત્રિત કરનાર હતું.  નિયમનકારોએ એન્ટ ગ્રૂપના IPOને નવા નિયમો ટાંકીને સસ્પેન્ડ કર્યા છે. એક  અખબારના અહેવાલ મુજબ શી જિનપિંગે એન્ટ જૂથને કારણે માર્કેટની વધઘટની તપાસ કરવા અને અટકાવવા નિયમનકારોને આદેશ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati