વિશ્વમાં ચીન સામે નારાજગીનો લાભ ભારતીય ઉદ્યોગોને, કોરોનાની મંદી વચ્ચે વિદેશી ઓર્ડરોએ ભારતીય ઉદ્યોગોમાં પ્રાણ ફૂક્યા

વિશ્વમાં ચીન સામે નારાજગીનો લાભ ભારતીય ઉદ્યોગોને, કોરોનાની મંદી વચ્ચે વિદેશી ઓર્ડરોએ ભારતીય ઉદ્યોગોમાં પ્રાણ ફૂક્યા
https://tv9gujarati.com/business-tv9-stories/vishwa-ma-chin-s…go-ma-pran-fukya-159899.html

અનલોક છતાં સ્થાનિક માર્કેટમાં હજુ મંદી છવાયેલી છે પણ ફોરેઈન એક્સપોર્ટ ઇન્ડિયન મેન્યુફેક્ચરરને મજબૂત ટેકો આપી રહી છે. ફાર્માસ્યુટિકલ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને એન્જિનીયરીંગને ઓર્ડર મળ્યા છે. વિશ્વના દેશોમાં ચીન સામે નારાજગીના વાતાવરણનો સીધો લાભ ભારતીય ઉદ્યોગોને મળતો દેખાઈ રહ્યો છે.

કોરોનાકાળમાં તમામ સેક્ટરોએ માથે હાથ દીધા છે પણ બીજા સેક્ટર જેટલું નુકસાન ફાર્માસ્યુટિકલને થયું નથી. ફાર્મ કંપનીઓને ડોમેસ્ટિક ડેટા મુજબ નેગેટિવ ગ્રોથનો સામનો કરવો પડ્યો હતો. સામે એક્સપોર્ટના આંકડા જોતા મેં , જૂન અને જુલાઈ મહિનામાં આ ક્ષેત્રમાં એક્સપોર્ટમાં ૨૦ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

મોરબીમાંથી એપ્રિલ થી જુલાઈ મહિના દરમ્યાન 2700 કરોડની ટાઇલ્સ વિદેશ મોકલવામાં આવી છે. સ્થાનિક રિયલ એસ્ટેટમાં મંદીને વિદેશી માર્કેટમાં સિરમિક ટાઇલ્સની માંગે સહારો આપ્યો છે. એન્જિનિયરિંગ ગુડ્સના એક્સપોર્ટ્સમાં જુલાઈ મહિનામાં ભારતમાં 9 ટકાનો વધારો નોંધાયો હતો. ભારતીય ટેક્સાટાઇલ માર્કેટમાં ભારે મંદી વચ્ચે કોટન યાર્ન બનાવતા ઉદ્યોગો લોકલ ઓર્ડર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ બીજી તરફ વિદેશી ઓર્ડરમાં 10 ટકાનો વધારો થયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Published On - 3:01 pm, Tue, 15 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati