કોરોનાકાળમાં બમ્પર બિઝનેસ કરનાર વીમા કંપનીઓ પર લગામ, અતિશયોક્તિભરી જાહેરાતો બંધ કરવા IRDAની સૂચના

વીમા નિયમનકાર  Insurance Regulatory and Development Authority (IRDA) એ વીમા કંપનીઓની જાહેરાતો ઉપર લગામ લગાવી છે. મહત્વપૂર્ણ નિયમ લાગુ પડતા IRDA એ વીમા કંપનીઓ તરફ સૂચના જારી કરી છે કે કેટલીક જાહેરાતોને બંધ કરી દેવા સૂચના અપાઈ  છે.IRDA વીમા કંપનીઓની એવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે જેમાં કંપની અતિશયોક્તિપૂર્ણ દાવા કરે છે.  ઇન્સ્યુરન્સ […]

કોરોનાકાળમાં બમ્પર બિઝનેસ કરનાર વીમા કંપનીઓ પર લગામ, અતિશયોક્તિભરી જાહેરાતો બંધ કરવા IRDAની સૂચના
INSURANCE SECTOR
Ankit Modi

| Edited By: Utpal Patel

Oct 27, 2020 | 5:56 PM

વીમા નિયમનકાર  Insurance Regulatory and Development Authority (IRDA) એ વીમા કંપનીઓની જાહેરાતો ઉપર લગામ લગાવી છે. મહત્વપૂર્ણ નિયમ લાગુ પડતા IRDA એ વીમા કંપનીઓ તરફ સૂચના જારી કરી છે કે કેટલીક જાહેરાતોને બંધ કરી દેવા સૂચના અપાઈ  છે.IRDA વીમા કંપનીઓની એવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે જેમાં કંપની અતિશયોક્તિપૂર્ણ દાવા કરે છે.  ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઓફ  ઈન્ડિયા રેગ્યુલેશન્સ, 2020 ના મુસદ્દામાં ટાંકવામાં આવ્યું  છે કે અયોગ્ય અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો દૂર કરવી  જે સ્પષ્ટપણે કોઈપણ ઉત્પાદનને વીમા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે.

IRDA  નવા નિયમો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. 10 નવેમ્બર સુધીમાં ડ્રાફ્ટ અંગે હોદ્દેદારોની ટિપ્પણીઓ માંગવામાં  છે.  Insurance Regulatory and Development Authority ના સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચિત નિયમનનો હેતુ વીમા કંપનીઓ અને વીમા વચેટિયાઓ જાહેરાત જારી કરતી વખતે પ્રામાણિક અને પારદર્શક નીતિઓ અપનાવે તે સુનિશ્ચિત કરે છે. આનાથી લોકોને વીમા પોલિસીને સમજવામાં સરળતા રહેશે. વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે જાહેરાત સરળ ભાષામાં હોવી જોઈએ

IRDA અનુસાર જાહેરાત સરળતાથી સમજાવી જોઈએ જેથી વીમો ઉતરાવનાર પોતાના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે કરારની શરતોનો યોગ્ય રીતે જાહેર નહિ કરાવતી જાહેરાતોને  ભ્રામક માનવામાં આવશે.  વીમા કંપનીના હાલના પ્રદર્શનની દ્રષ્ટિએ વાસ્તવિકતાની બહાર હોવાનો દાવો કરનારી જાહેરાતોને પણ  ભ્રામક માનવામાં આવશે. પદ્ધતિઓ અને માધ્યમોમાં ફેરફારને કારણે એક્સપોઝર ડ્રાફ્ટ જારી કરતા IRDA એ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષોમાં જાહેરાતોની પદ્ધતિઓ અને માધ્યમોમાં ઘણા ફેરફારો થયા છે જેના કારણે હાલના જાહેરાતના નિયમોની સમીક્ષા કરવાની જરૂર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati