સરકારીમાંથી ખાનગી બનેલી આ બેંકમાં વીડિયો KYC અપડેટ કરવું થયું સરળ, જાણો પુરી પ્રોસેસ

Video KYC: વીડિયો કેવાયસી રવિવાર અને બેંક રજાઓ સિવાયના અન્ય સામાન્ય દિવસોમાં સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાય છે.

સરકારીમાંથી ખાનગી બનેલી આ બેંકમાં વીડિયો KYC અપડેટ કરવું થયું સરળ, જાણો પુરી પ્રોસેસ
વીડિયો KYC (ફોટો સોર્સ- IDBI બેંક ટ્વિટર)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Sep 30, 2021 | 8:39 PM

કેવાયસી (KYC) અપડેટ કરવાનું હવે સરળ બન્યું છે. સરકારીમાંથી પ્રાઈવેટ બનેલી આઈડીબીઆઈ બેન્કે (IDBI Bank) ગ્રાહકોને જણાવ્યું કે હવે ઘરે બેઠાં સરળતાથી કેવાયસી અપડેટ કરી શકે છે. આ માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર રહેશે નહીં. ગ્રાહકો ડીજીટલ અથવા ઓનલાઈન મોડ દ્વારા પોતાનું કેવાયસી અપડેટ કરી શકે તે માટે  આઈડીબીઆઈ બેન્કે ડીટેલમાં પુરી જાણકારી આપી છે. આઈડીબીઆઈ બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

બેંકે તેના ટ્વીટમાં કહ્યું કે કેવાયસી અપડેટ કરવાનું હવે સરળ છે! બહાર નીકળવાની જરૂર નથી, ફક્ત IDBI બેંક વીડિયો KYC અથવા i Net Bankingનો ઉપયોગ કરો અથવા 9820346920 પર SMS – RKYC મોકલો અને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરો.

આઈડીબીઆઈ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ડિજિટલ પગલાંઓને ચાલુ રાખીને, ગ્રાહકો હવે શાખાઓમાં ગયા લીધા વિના V-CIP મારફતે તેમના KYC અપડેટ કરી શકે છે. ગ્રાહકો બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ V-CIP લિંક દ્વારા તેમની સુવિધા મુજબ પ્રક્રિયા શરૂ કરી શકે છે. તે સંપૂર્ણપણે સંપર્ક રહિત પ્રક્રિયા છે.

આ રીતે કેવાયસી અપડેટ કરો

  • તમે આ કામ SMS દ્વારા કરી શકો છો. આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9820346920 નંબર પર RKYC લખીને મેસેજ મોકલવો પડશે. આ પહેલા બેંક તરફથી મેસેજ આવે છે, તે પછી આ મેસેજ મોકલવો પડે છે.
  • બેંક તરફથી મળેલા મેસેજમાં એક લિંક હોય છે, જેના પર ક્લિક કરવાનું રહેશે. બેંક મેસેજ ઉપરાંત, બેંક રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર મેઈલ પણ મોકલે છે, જેમાં લિંક આપવામાં આવે છે.
  • KYC અપડેટ કરવાની સુવિધા ઈન્ટરનેટ બેંકિંગમાં પણ ઉપલબ્ધ છે. અહીં સેવા અને વિનંતી પર જાઓ અને નેટ બેન્કિંગ પર ક્લિક કરો.
  • ગ્રાહકો ઇચ્છે તો વીડિયો-કેવાયસી પણ કરી શકે છે. આ લિંક બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ત્યાં વીડિયો લિંકની સમગ્ર પ્રક્રિયા પણ જણાવવામાં આવી છે.

વીડિયો કેવાયસી રવિવાર અને બેંક રજાઓ સિવાયના અન્ય સામાન્ય દિવસોમાં સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાય છે. જો ગ્રાહક ઓનલાઈન કામ કરવામાં કોઈ અસુવિધાનો સામનો કરી રહ્યો હોય અથવા પ્રક્રિયાને સમજવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હોય તો તે બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે. આ નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને ઉકેલ પણ પૂછી શકો છો. બેંક તરફથી સંપૂર્ણ મદદ મળે છે. તમે ટોલ ફ્રી નંબર 1800 209 4324, 1800 22 1070, 022 67719100 પર કોલ કરી શકો છો.

આ પણ વાંચો :  Knowledge News: જાણી લેજો ઓક્ટોબરથી આવી રહ્યા છે કેટલાક નિયમોમાં ફેરફાર, વાંચો તમામ વિગત એક ક્લિક પર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati