AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO: આ જ્વેલર્સનો આવી રહ્યો છે IPO, 26 સપ્ટેમ્બર સુધી કરી શકાશે બિડ

આ જ્વેલર્સ ઇક્વિટી શેર દીઠ Rs 204થી Rs 215 પર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ફ્લોર પ્રાઇસ (ઓછામાં ઓછી કિંમત) ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 20.4 ગણી છે અને કેપ પ્રાઇસ (વધુમાં વધુ કિંમત) ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં 21.5 ગણી છે. મનોજ વૈભવ જેમ્સ 'N' જ્વેલર્સ લિમિટેડનો ઇનિશિઅલ પબ્લિક ઑફર (IPO) શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023ના રોજ ખુલશે.

Upcoming IPO: આ જ્વેલર્સનો આવી રહ્યો છે IPO, 26 સપ્ટેમ્બર સુધી કરી શકાશે બિડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:46 AM
Share

Upcoming IPO:  દક્ષિણ ભારતની અગ્રણી પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ વૈભવ જ્વેલર્સ 8 નગરો અને 2 શહેરોમાં 13 શોરૂમ સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના માઇક્રો બજારોમાં ઉપસ્થિતિ ધરાવે છે અને તેમનો એકંદરે આંધ્રપ્રદેશ અને તેલંગણાના જ્વેલરી બજારમાં બજાર હિસ્સો 4 ટકા છે જે આ બે રાજ્યોમાં અને નાણાકીય વર્ષ 2023માં સંગઠિત બજારના 10 ટકાનો બજાર હિસ્સો નોંધાવ્યો છે, તેમના ઇનિશિઅલ પબ્લિક ઑફર (IPO) માટે ઇક્વિટી શેર દીઠ Rs 204થી Rs 215ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: IPO : પૈસા તૈયાર રાખજો, રોકાણ અને કમાણીની અઢળક તક આવી રહી છે, જાણો યોજનાઓની સંપૂર્ણ માહિતી

કંપનીનો ઇનિશિઅલ પબ્લિક ઑફર (“IPO” અથવા “ઑફર”) શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 69 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 69 ઇક્વિટી શેરના ગુણાંકમાં આગળ બીડ કરી શકશે.

પ્રત્યેક Rs 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટેના પબ્લિક ઇશ્યુમાં રૂ. 210 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યુ અને 2.8 મિલિયન ઇક્વિટી શેરની ઑફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.

આ જ્વેલરી બ્રાન્ડ આંધ્રપ્રદેશના સંગઠિત જ્વેલરી રિટેઇલ માર્કેટમાં પ્રારંભિક તબક્કામાં પ્રવેશનારાઓ પૈકી એક છે અને તે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના માઇક્રો બજારોમાં ઉચ્ચ-વૃદ્ધિની સંભાવના વાળા અત્યાર સુધીમાં ઉજાગર ન થયેલા પ્રદેશોમાં પ્રાદેશિક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે અને આ પ્રકારે કામગીરીના ક્ષેત્રમાં બ્રાન્ડેડ જ્વેલરી માટે બજાર ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2007માં, તેમણે વિશાખાપટ્ટનમમાં પોતાનો મુખ્ય શોરૂમ શરૂ કર્યો હતો, જે 29,946 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને શોપિંગ અનુભવ આપવા માટે ચાર અલગ-અલગ માળમાં ફેલાયેલો છે.

તેના 77 ટકા રિટેઇલ શોરૂમ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં છે અને બાકીના હૈદરાબાદ તેમજ વિશાખાપટ્ટનમમાં આવેલા છે જે શહેરી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તેના દરેક શોરૂમ હાઉસમાં સોના, ડાયમંડ, જેમ્સ, પ્લેટિનમ અને ચાંદીના દાગીના અથવા કલાકૃતિઓના ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વિવિધ ઉત્કૃષ્ટ અને વિશાળ ડિઝાઇનનો સંગ્રહ ઉપલબ્ધ છે. તેની પેટા-બ્રાન્ડ વિશેષા સોના અને હીરાના આભૂષણોના પ્રીમિયમ સેગમેન્ટમાં સેવા પૂરી પાડે છે.

30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે, કામગીરીમાંથી રૂ. 508.90 કરોડની આવક થઇ હતી અને ચોખ્ખો નફો રૂ. 19.24 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2023માં તેમની કામગીરીમાંથી રૂ. 2027.34 કરોડની આવક થઇ હતી, જે મુખ્યત્વે સોનાના દાગીનાના વેચાણમાંથી આવી હતી.

વર્ષ 2005માં 50.9 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ જ્વેલરી બ્રાન્ડ્સની રિટેઇલ શોરૂમ દીઠ સરેરાશ આવક અને નાણાકીય વર્ષ 2023 માટે EBITDA મેટ્રિક્સ અનુક્રમે રૂ. 155.95 કરોડ અને રૂ. 11.00 કરોડ રહ્યા હતા. નાણાકીય વર્ષ 2021-2023 ની વચ્ચે આવક અને PAT (ટેક્સ પછીનો નફો) 18.92 ટકા અને 85.81 ટકાનો CAGR પર વધ્યા છે. તેનું ઇ-કોમર્સ વેચાણ નાણાકીય વર્ષ 2029માં રૂ. 4.16 કરોડ હતું તે નાણાકીય વર્ષ 2023માં રૂ. 36.40 કરોડ થયું છે.

બજાજ કેપિટલ લિમિટેડ અને ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઑફર માટે રજિસ્ટ્રાર છે. આ ઇક્વિટી શેરનું BSE અને NSE પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">