
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે(Central Government) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(Pradhan Mantri Ujjwala Yojana)નો વિસ્તાર કર્યો છે. સરકારે આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી કનેક્શન(LPG connections) આપવા માટે વધુ ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે.
આ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur – Union Information and Broadcasting Minister) કહ્યુંહતું કે ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.60 કરોડ એલપીજી સિલિન્ડર(LPG Cylinder)નું વિતરણ કરવામાં આવ્યું છે અને મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બીજા 75 લાખ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેથી કરીને વધુ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ આ સુવિધા મેળવી શકશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન આપવામાં આવશે, તેના પર કુલ 1,650 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે, ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થીઓ હશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને સરકારે 75 લાખ નવા કનેક્શનની જાહેરાત કરી હતી. આ માટેના ફંડને હવે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ રકમ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને આપવામાં આવશે. ઉજ્જવલા યોજના મે 2016માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.
આ પણ વાંચો : Signature Global IPO: આગામી સપ્તાહે સિગ્નેચર ગ્લોબલનો IPO લાવશે, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતવાર માહિતી
ગયા મહિને સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે.