AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjwala Yojana: ફ્રીમાં ગેસ કનેક્શન મેળવવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવો, આ રીતે અનુસરો સંપૂર્ણ પ્રક્રિયા

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે(Central Government) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(Pradhan Mantri Ujjwala Yojana)નો વિસ્તાર કર્યો છે. સરકારે આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી કનેક્શન(LPG connections) આપવા માટે વધુ ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે.

Ujjwala Yojana: ફ્રીમાં ગેસ કનેક્શન મેળવવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવો, આ રીતે અનુસરો સંપૂર્ણ પ્રક્રિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 7:13 AM
Share

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે(Central Government) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(Pradhan Mantri Ujjwala Yojana)નો વિસ્તાર કર્યો છે. સરકારે આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી કનેક્શન(LPG connections) આપવા માટે વધુ ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે.

આ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur – Union Information and Broadcasting Minister) કહ્યુંહતું કે ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.60 કરોડ એલપીજી સિલિન્ડર(LPG Cylinder)નું વિતરણ કરવામાં આવ્યું છે અને મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બીજા 75 લાખ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેથી કરીને વધુ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ આ સુવિધા મેળવી શકશે.

યોજના પાછળ કેટલો ખર્ચ થશે

અનુરાગ ઠાકુરે કહ્યું કે ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન આપવામાં આવશે, તેના પર કુલ 1,650 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે, ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થીઓ હશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને સરકારે 75 લાખ નવા કનેક્શનની જાહેરાત કરી હતી. આ માટેના ફંડને હવે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ રકમ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને આપવામાં આવશે. ઉજ્જવલા યોજના મે 2016માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો : Signature Global IPO: આગામી સપ્તાહે સિગ્નેચર ગ્લોબલનો IPO લાવશે, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતવાર માહિતી

એલપીજીના ભાવમાં પણ ઘટાડો

ગયા મહિને સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે.

યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  1. જો તમે પણ પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો https://popbox.co.in/pmujjwalayojana/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  2. ડાઉનલોડ ફોર્મ વિકલ્પ પસંદ કરો.
  3. આ પછી એક ફોર્મ ખુલશે તેને ડાઉનલોડ કરો અને તેમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
  4.  તમારી નજીકની ગેસ એજન્સીમાં ફોર્મ જમા કરાવો.
  5. રેશન કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર વગેરે જેવા જરૂરી દસ્તાવેજો પણ સાથે જોડો
  6. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમને નવું કનેક્શન મળશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">