TV Ads: વર્ષ 2020માં અક્ષય કુમાર રહ્યા Advertisement King , નિવૃત્તિ છતાં ધોનીની લોકપ્રિયતા અકબંધ

વર્ષ 2020 માં ટીવી જાહેરાતો (TV Ads in 2020)ની દ્રષ્ટિએ ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ટોચ પર છે. અક્ષયકુમારે સદીના મહા નાયક તરીકે ઓળખાતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બીજા ક્રમે પાછળ છોડી દીધા છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ છતાં પણ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની હજુ લોકપ્રિયતા ઘટી નથી. TV Ads મામલે ક્રિકેટર્સ પાછળ નથી. ક્રિકેટર્સ સેલિબ્રિટી તરીકે […]

TV Ads: વર્ષ 2020માં અક્ષય કુમાર રહ્યા Advertisement King , નિવૃત્તિ છતાં ધોનીની લોકપ્રિયતા અકબંધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 9:16 AM

વર્ષ 2020 માં ટીવી જાહેરાતો (TV Ads in 2020)ની દ્રષ્ટિએ ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ટોચ પર છે. અક્ષયકુમારે સદીના મહા નાયક તરીકે ઓળખાતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બીજા ક્રમે પાછળ છોડી દીધા છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ છતાં પણ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની હજુ લોકપ્રિયતા ઘટી નથી.

TV Ads મામલે ક્રિકેટર્સ પાછળ નથી. ક્રિકેટર્સ સેલિબ્રિટી તરીકે વર્ષ 2020 ધોની અને વિરાટ કોહલીના નામે રહ્યું હતું. સેલિબ્રિટીઓ દ્વારા કરાયેલા વિજ્ઞાપનમાં કોહલી અને ધોનીએ કુલ ટીવી કમર્શિયલ્સના ૬૬ ટકા એન્ડોર્સ કર્યું છે. TAM મીડિયા રિસર્ચ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ભારતમાં કન્ઝ્યુમરને આકર્ષવા  કંપનીઓ જાહેરાતોમાં અવનવા ક્રિએશન દેખાડે છે જોકે જાહેરાતનો એક મોટો આધાર સેલિબ્રિટી ઉપર રહેતો હોય છે. મોટાભાગની જાહેરાતમાં  બૉલીવુડ સ્ટાર અથવા સ્પોર્ટના સિતારાઓ દ્વારા બ્રાન્ડને લોકો સમક્ષ પ્રચાર કરવામાં આવતો હોય છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ટેલિવિઝન પર ટોચના જાહેરાત વર્ગમાં ટોઇલેટ સોપ, ઈ – કોમર્સ સાઇટ અને ટૂથપેસ્ટનો સમાવેશ થાય છે. સૌથી વધુ જાહેરાત હિન્દુસ્તાન યુનિલિવર બ્રાન્ડ દ્વારા કરવામાં આવી છે. 25 માર્ચે કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, જાહેરાતોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે, અનલોકિંગ દરમ્યાન બાદમાં વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર, અનલોકના સમયગાળામાં સરેરાશ જાહેરાત વોલ્યુમ દૈનિક ધોરણે 1200 કલાકથી વધુ હતા, જે લોકડાઉન અવધિના 90 ટકાથી વધુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">