100 રૂપિયાની દવા પર વેપારીઓને 1000 ટકા પ્રોફિટ માર્જિન મળે છે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

સૌથી મોંઘી દવાઓમાં સૌથી વધુ ટ્રેડ માર્જિન હોય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ એજન્સી (NPPA) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને તે દવાઓમાં માર્જિન વધારે છે, જેની કિંમત 100 રૂપિયા પ્રતિ ટેબ્લેટથી વધુ છે.

100 રૂપિયાની દવા પર વેપારીઓને 1000 ટકા પ્રોફિટ માર્જિન મળે છે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
medicines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 11:48 PM

સૌથી મોંઘી દવાઓ (Medicines)માં સૌથી વધુ ટ્રેડ માર્જિન (Margin)હોય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ એજન્સી (NPPA) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને તે દવાઓમાં માર્જિન  વધારે છે, જેની કિંમત 100 રૂપિયા પ્રતિ ટેબ્લેટથી વધુ છે. રેગ્યુલેટર શુક્રવારે મોટી ફાર્મા કંપનીઓ (Pharma Companies)ના પ્રતિનિધિઓને મળ્યા હતા અને નોન-શિડ્યુલ્ડ દવાઓ પર ટ્રેડર્સના માર્જિનને તર્કસંગત બનાવવાના માર્ગ પર ચર્ચા કરી હતી. નોન-શિડ્યુલ દવાઓ સરકારની કિંમત નિયંત્રણ સિસ્ટમ હેઠળ આવતી નથી.

તે જ સમયે, ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન (TMR) એ કિંમતોના નિયમનનું એક માધ્યમ છે, જેમાં સપ્લાય ચેઇનમાં ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરવામાં આવે છે.

ટ્રેડ માર્જિન શું છે?

ટ્રેડ માર્જિન એ ઉત્પાદકો માટે ઉપલબ્ધ કિંમત અને દર્દીઓ માટે ઉપલબ્ધ મહત્તમ છૂટક કિંમત (MRP) વચ્ચેનો તફાવત છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

TMR પૃથ્થકરણ પર રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ટેબલેટની કિંમત સાથે વેપારીનું માર્જિન વધે છે. ઉદાહરણ તરીકે, જો ટેબલેટની કિંમત 2 રૂપિયા સુધી છે, તો મોટાભાગની બ્રાન્ડ્સમાં માર્જિન 50 ટકા સુધી હશે. જ્યારે તેની કિંમત 15 થી 25 રૂપિયાની વચ્ચે હોય તો માર્જિન 40 ટકાથી ઓછું હશે.

રૂ. 50-100 પ્રતિ  ટેબ્લેટ કેટેગરીમાં  દવાઓ ઓછામાં ઓછા 2. 97 ટકા ટ્રેડ માર્જિન  50 ટકા અને 100 ટકા વચ્ચે હોય છે. જ્યારે, આ શ્રેણીમાં 1.25 ટકાનું માર્જિન 100 થી 200 ટકા છે. તે જ સમયે, 2.41 ટકા દવાઓનું માર્જિન 200 ટકા અને 500 ટકાની વચ્ચે રહે છે.

NPPAની રજૂઆત અનુસાર, દવાની કિંમત રૂ. 100 પ્રતિ ટેબ્લેટથી વધુ હોય તો, સૌથી મોંઘી શ્રેણીને ધ્યાનમાં લેતા 8 ટકાનું માર્જિન 200 ટકા અને 500 ટકાની વચ્ચે હોય છે. તે જ સમયે, 2.7 ટકા દવાઓનું માર્જિન 500 થી 1000 ટકાની વચ્ચે રહે છે. જ્યારે 1.48 ટકા દવાઓનું માર્જિન 1000 ટકાથી વધુ છે.

પ્રેઝન્ટેશન દર્શાવે છે કે ભારતમાં નોન-શિડ્યુલ્ડ દવાઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.37 લાખ કરોડથી વધુ છે. તે ભારતના ફાર્મા માર્કેટમાં લગભગ 81 ટકા હિસ્સો ધરાવે છે. તેથી માર્જિન મર્યાદિત કરવાની જરૂરિયાત વધુ છે. ફાર્મા કંપનીઓ માને છે કે TMR એક સારું પગલું છે અને સંતુલિત અભિગમ સાથે દવાઓના ભાવમાં મોટો ઘટાડો થશે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">