દેશમાં રમકડાના ઉત્પાદનને મળ્યું પ્રોત્સાહન, જાણો શું છે કારણ

રમકડાની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારવા અને આયાત માટે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્રને ફરજિયાત બનાવવા જેવા પગલાંએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તો આપ્યું જ છે આ ઉપરાંત, રમકડા ઉદ્યોગને (toy industry) વૈશ્વિક બજારો શોધવામાં મદદ કરી છે.

દેશમાં રમકડાના ઉત્પાદનને મળ્યું પ્રોત્સાહન, જાણો શું છે કારણ
Toy Industry (symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:56 PM

રમકડાંની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારવા અને આયાત માટે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્રને ફરજિયાત બનાવવા જેવા પગલાંએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તો આપ્યું જ છે આ ઉપરાંત, રમકડા ઉદ્યોગને (toy industry) વૈશ્વિક બજારો શોધવામાં મદદ કરી છે. રમકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ પગલાંથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળ્યો છે. આ સિવાય તાજેતરના સમયમાં ઘરેલું પાત્રોને મહત્વ આપવાથી પણ બજાર મજબૂત બન્યું છે.

મેડ-ઈન-ઈન્ડિયા રમકડાંની માંગ વધી

નિષ્ણાતોના મતે, ભારતીય પૌરાણિક પાત્રો, દેશી ફિલ્મના પાત્રો અને છોટા ભીમ જેવા સુપરહીરો પર આધારિત રમકડાંની માંગ વધી રહી છે, કારણ કે સ્થાનિક કંપનીઓ ચીન અને અન્ય કેટલાક દેશોના વર્ચસ્વથી દૂર થઈ રહી છે. હવે ‘મેડ-ઈન-ઈન્ડિયા’ રમકડાં સ્થાનિક બજારમાં ખૂબ જ સ્પષ્ટ માંગ ધરાવે છે.

ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય અગ્રવાલે જણાવ્યું હતું કે ઉત્પાદકો વધતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રમકડાંની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં વધારો અને BIS પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાને કારણે રમકડાંની આયાત ઘટી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં રમકડાંની આયાત 2018-19માં 30.4 કરોડ ડોલર હતી, પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં તે ઘટીને 3.6 કરોડ ડોલર થઈ ગઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રમકડાંની નિકાસ પણ વધી

તેની સરખામણીમાં સ્થાનિક રીતે બનાવેલા રમકડાંની નિકાસ નાણાકીય વર્ષ 2018-19માં 10.9 કરોડ ડોલરથી વધીને 2021-22માં 17.7 કરોડ ડોલર થઈ ગઈ છે. ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ક્ષેત્ર પણ હવે વૈશ્વિક સ્તરે જઈ રહ્યું છે, કારણ કે ઉત્પાદકો નવા બજારોની શોધ કરી રહ્યા છે અને મધ્ય પૂર્વ અને આફ્રિકન દેશોમાં નિકાસ વધારી રહ્યા છે.

ઈન્ડસ્ટ્રી બોડી FICCI અને KPMGના સંયુક્ત અભ્યાસના અહેવાલ મુજબ, ભારતીય રમકડાનું બજાર 2024-25 સુધીમાં વધીને 2 બિલિયન ડોલર થવાની ધારણા છે. વર્ષ 2019-20માં તે એક અબજ ડોલર હતું.

આ સિવાય તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જે રીતે બુલડોઝરનો પ્રચાર કરવામાં આવ્યો હતો, તેનાથી દેશના નાના બાળકો પર મોટી અસર પડી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર દેશમાં રમકડાંના બજારમાં બુલડોઝર રમકડાંની માંગ અચાનક ઝડપથી વધી છે અને આ અચાનક માંગને પહોંચી વળવા દેશભરના રમકડા ઉત્પાદકો અને વેપારીઓ સક્રિયપણે જોડાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">