અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે SBI જેવી 4-5 બેન્કોની જરૂર, નિર્મલા સીતારમણે UPI ને મજબૂત કરવા પર મૂક્યો ભાર

નાણામંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી લાંબા ગાળાના ભવિષ્યનો સવાલ છે, આ ક્ષેત્ર મોટાભાગે ડિજિટલ પ્રક્રિયાઓથી સંચાલિત થવા જઈ રહ્યા છે.

અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે SBI જેવી 4-5 બેન્કોની જરૂર, નિર્મલા સીતારમણે UPI ને મજબૂત કરવા પર મૂક્યો ભાર
દેશમાં SBI જેવી 4-5 બેન્કોની જરૂર છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, ભારતને અર્થતંત્ર અને ઉદ્યોગની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા 4-5 ‘એસબીઆઈ જેવા કદની’ બેંકોની જરૂર છે. ઇન્ડિયન બેન્ક એસોસિએશન (IBA) ની 74 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીએ એ વિચારવાની જરૂર છે કે ભારતીય બેન્કિંગ તાત્કાલિક અને લાંબા ગાળાની કેવી હોવી જોઈએ.

બેન્કિંગના ટકાઉ ભવિષ્ય માટે જરૂરી છે ડિજિટલ સિસ્ટમ

નાણામંત્રીએ કહ્યું કે જ્યાં સુધી લાંબા ગાળાના ભવિષ્યનો સવાલ છે, આ ક્ષેત્ર મોટે ભાગે ડિજિટલ પ્રક્રિયાઓથી ચાલવા જઈ રહ્યું છે અને ભારતીય બેન્કિંગ ઉદ્યોગના ટકાઉ ભવિષ્ય માટે એકબીજા સાથે જોડાયેલ ડિજિટલ સિસ્ટમની જરૂર છે. તેમણે કહ્યું કે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને, અમને માત્ર બેંકોની વધુ સંખ્યાની જ જરૂર નથી, પણ મોટી બેંકોની પણ જરૂર છે.

ઓછામાં ઓછી 4 SBI જેવી બેન્કોની જરૂર છે

નાણામંત્રીએ કહ્યું, ભારતને ઓછામાં ઓછી 4 SBI કદની બેંકોની જરૂર છે. બદલાતી અને વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કિંગને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મહામારી પહેલા પણ આ વિશે વિચારવા કરવામાં આવ્યો હતો. હવે, આ દેશમાં આપણને 4 કે 5 SBI ની જરૂર પડશે.

યુપીઆઈને મજબૂત કરવા પર ભાર

યુપીઆઈને (UPI)  મજબૂત કરવા પર ભાર મૂકતા તેમણે કહ્યું, આજની ચુકવણીની દુનિયામાં, ભારતીય UPI એ ખરેખર મોટી છાપ છોડી છે. આપણું રુપે કાર્ડ, જે વિદેશી કાર્ડ્સ જેટલું ગ્લેમરસ નહોતું, તે હવે વિશ્વના વિવિધ ભાગોમાં સ્વીકારવામાં આવ્યું છે, જે ભારતના ભવિષ્યના ડિજિટલ પેમેન્ટના ઈરાદાઓનું પ્રતીક છે. તેમણે બેન્કર્સને અપીલ કરી કે તેઓ UPI ને મહત્વ આપે અને તેને મજબૂત કરે.

દેશના ઘણા જિલ્લાઓમાં બેંન્કિગ સુવિધાઓનો અભાવ

રવિવારે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) ની 74 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિનું સ્તર ઘણું ઉંચું છે, પરંતુ બેન્કિંગની ઉપલબ્ધિ ઘણી ઓછી છે. તેમણે બેંકોને કહ્યું કે તેમની પાસે સ્ટ્રીટ મોડલ મુજબ આવા જિલ્લાઓમાં સંપૂર્ણ શાખા ખોલવાનો અથવા ‘આઉટ પોસ્ટ’ બનાવવાનો વિકલ્પ છે જ્યાં લોકોની બેન્કિંગ જરૂરિયાતો પૂરી થઈ શકે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે ઉચ્ચ આર્થિક પ્રવૃત્તિના વિસ્તારોમાં બેન્કો પહોંચી નથી.

 

આ પણ વાંચો :  TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

આ પણ વાંચો :  કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તો સોનિયા ગાંધી ભારતના પીએમ કેમ ન બની શકે ? જાણો કોણે ઉઠાવ્યો આ સવાલ

Click on your DTH Provider to Add TV9 Gujarati