10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા

10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 11, 2021 | 8:28 AM

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી કે તમે થોડી માત્રામાં સોનાની ખરીદી કરો તો પણ તમારે પાન અને આધાર કાર્ડ આધારિત KYC લેવાની જરૂર રહેશે તેમ જણાવાયું હતું. પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પીઆઈબીએ કહ્યું છે કે સૂચના મુજબ KYC ફક્ત 10 લાખ રૂપિયાથી વધુના જ્વેલરી પર જ જરૂરી છે. જ્યારે સોશ્યલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે કેવાયસી 2 લાખથી વધુની રોકડ ખરીદી માટે ફરજિયાત રહેશે.

નાણાં મંત્રાલય શું કહે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) ને કોઈપણ દસ્તાવેજો વિના સોનાના વેપારની તપાસ કરવાનો અધિકાર છે. નાણાં મંત્રાલયના આદેશ મુજબ હવે 10 લાખથી વધુના લેવડદેવડનો હિસાબ ઝવેરીઓ પાસે રાખવાનો રહેશે. આ કેસમાં જો પકડાશે તો 3-7 વર્ષની સજાની જોગવાઈ પણ છે.

ગેરસમજને સોશિયલ મીડિયાએ ખુબ વાઇરલ કરી ૧૦ લાખ વધુ રકમની જવેરાત ખરીદી સામે કંઈક ફરજીયાત છે પણ કેટલાક લોકોને નિયમનું ખોટું અર્થઘટન કરી તમામ ખરીદી ઉપર KYC ની વાત વહેતી મૂકી હતી. જે સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાઇરલ થતા આખરે સરકાર વતી PIB એ સ્પષ્ટતા કરવી પડી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati