આ મહિને શેરબજાર શનિવાર-રવિવાર સિવાય પણ રહેશે બંધ, જાણો ક્યારે કયારે નહી થાય કામકાજ

જો આપણે બોમ્બે સ્ટોક માર્કેટ (BSE) ના સ્ટોક માર્કેટ હોલિડે લિસ્ટ પર નજર કરીએ, તો વર્ષ 2022 માં, શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સિવાય, કુલ 13 રજાઓ નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 26 જાન્યુઆરીએ શેરબજારમાં પહેલી રજા હતી.

આ મહિને શેરબજાર શનિવાર-રવિવાર સિવાય પણ રહેશે બંધ, જાણો ક્યારે કયારે નહી થાય કામકાજ
Bombay Stock Market (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 4:32 PM

તહેવારોની સાથે સાથે દેશમાં રજાઓ પણ શરૂ થઈ ગઈ છે. એક તરફ આ મહિને બેંકોની રજાઓ (Bank Holiday) છે ત્યારે શેરબજારમાં પણ ત્રણ દિવસની રજા રહેશે. જો તમે શેરબજારમાં (Stock market) રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, આ મહિને દશેરા (Dussehra ) અને દિવાળી પર્વના (Diwali festival) અવસર પર શેરબજારમાં કોઈ વેપાર નહીં થાય.

આ દિવસોમાં બજાર બંધ રહેશે

ઑક્ટોબર મહિનામાં જે ત્રણ દિવસમાં કોઈ ધંધા-રોજગાર નહીં હોય, તેમાં દશેરાની પહેલી રજા 5 ઑક્ટોબરે રહેશે. આ પછી 24 ઓક્ટોબરે દિવાળી લક્ષ્મી પૂજનના અવસર પર ભારતીય શેરબજારમાં કારોબાર બંધ રહેશે. શેરબજારમાં મહિનાની ત્રીજી અને છેલ્લી રજા દિવાળી નિમિત્તે 26 ઓક્ટોબરે રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ 24 ઓક્ટોબરે થશે

નોંધનીય છે કે દિવાળીના અવસર પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની વર્ષોની પરંપરા છે. આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ 24 ઓક્ટોબર 2022 એટલે કે દિવાળી લક્ષ્મી પૂજન પર થશે. આ વર્ષે શેરબજારમાં સૌથી મોટી રજા એપ્રિલ મહિનામાં ચાર દિવસની હતી, જ્યારે ઓક્ટોબરમાં ત્રણ દિવસની રજા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ ત્રણ દિવસની રજા હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

2022 માં કુલ 13 રજાઓ શેડ્યૂલ કરવામાં આવી છે

જો આપણે બોમ્બે સ્ટોક માર્કેટ (BSE) ના સ્ટોક માર્કેટ હોલિડે લિસ્ટ પર નજર કરીએ તો, વર્ષ 2022 માં, શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સિવાય, કુલ 13 રજાઓ નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત જ્યાં 26 જાન્યુઆરીએ શેરબજારમાં પહેલી રજા હતી, ત્યાં શેરબજારમાં આ વર્ષની છેલ્લી રજા 8 નવેમ્બર 2022ના રોજ ગુરુ નાનક જયંતિના દિવસે હશે.

ઓક્ટોબરમાં 21 બેંકિંગ રજાઓ

જો આપણે ઑક્ટોબર માટે આરબીઆઈની બેંક હોલિડે લિસ્ટ પર નજર કરીએ, તો આખા મહિનામાં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારની સાપ્તાહિક રજા ઉમેરીને બેંક ધણા દિવસ કામ કરશે નહીં. આ મહિને દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ઈદ સહિતના અનેક તહેવારના પ્રસંગોએ વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો બંધ રહેશે. જો કે, દરેક રાજ્યો તેમના સ્થાનિક તહેવારને લઈને બેંકની રજા જાહેર કરતા હોય છે. આમ છતા, આ સમય દરમિયાન બેંક ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરીને તેમનું કામ પતાવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">