દેશની આ સરકારી બેંકને 13 કરોડનો દંડ ફટકારાયો, શું તમારા પૈસા ઉપર અસર પડશે ? જાણો અહેવાલમાં

સોમવારે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (Bank of Baroda) ને સંયુક્ત આરબ અમીરાતની સેન્ટ્રલ બેંકે મની લોન્ડરિંગ(Money laundering) વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.

  • Ankit Modi
  • Published On - 10:49 AM, 26 Jan 2021
This government bank of the country was fined Rs 13 crore, will it affect your money? Learn in the report
Symbolic image

સોમવારે જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (Bank of Baroda) ને સંયુક્ત આરબ અમીરાતની સેન્ટ્રલ બેંકે મની લોન્ડરિંગ(Money laundering) વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.

UAEની સેન્ટ્રલ બેંકે દંડ ફટકાર્યો
બેંકે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે UAEની સેન્ટ્રલ બેંકે દુબઇના જીસીસી ઓપરેશન્સ, બેંક ઓફ બરોડા પર 6,833,333 એમીરાતી દિનાર (રૂ 13.56 કરોડ) નો દંડ ફટકાર્યો છે. બેંકે કહ્યું કે તે સંબંધિત કાયદાના પાલન માટે યોગ્ય પગલા લઈ રહી છે અને કેન્દ્રીય બેંક સાથે સંપર્ક સ્થાપિત કરાઈ રહ્યો છે. આ ઉપરાંત પાલન સુધારવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

બેંકના ગ્રાહકો ઉપર પણ શું અસર થશે?
બેંકો માર્ગદર્શિકાની અવગણના અને ગરબડના કિસ્સાઓ આવતા રહે છે. બેન્કો પર કાર્યવાહીના અહેવાલો ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો તેમના નાણાં કેટલા સુરક્ષિત છે તે વિશે હંમેશાં ચિંતા રાખે છે કે આ કાર્યવાહીથી બેંકોમાં નાણાં જમા કરવામાં કોઈ જોખમ નથી? પણ આવી કોઈ અસર નહીં થાય. આ બેંકમાં એકાઉન્ટ્સ ધરાવતા લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

BOB માં અન્ય બેંકોનું મર્જર થયું છે
બેંક ઓફ બરોડાએ તાજેતરમાં વિજયા બેંક અને દેના બેંકની 3,898 શાખાઓનું એકીકરણ અને મર્જર પૂર્ણ કર્યું છે. હકીકતમાં, વિજયા બેંક અને દેના બેંક 1 એપ્રિલ, 2019 ના રોજ બેંક ઓફ બરોડામાં ભળી ગયા હતા. બેન્ક ઓફ બરોડાએ ડિસેમ્બર 2020 માં દેના બેંકની 1,770 શાખાઓનું એકીકરણ પૂર્ણ કર્યું હતું જ્યારે વિજયા બેંકની અગાઉની 2,128 શાખાઓ સપ્ટેમ્બર 2020 માં બેંક ઓફ બરોડામાં જોડાઈ હતી.