UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા પર આ બેંક આપી રહી છે 7500 રૂપિયા સુધીનું કેશબેક, મેળવો આ પ્રકારના લાભ
આ બેંક દ્વારા હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં UPI ટ્રાન્ઝેક્શન કરવા પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવી અનેક ઓફરો પ્રાઈવેટ સેક્ટરની બેન્કો તેમના ગ્રાહકોને આપતા રહે છે. ત્યારે ડિસીબી બેન્કે નવા વર્ષની શરુઆતની સાથે તેના ગ્રાહકો માટે મોટી સ્કીમ લોન્ચ કરી છે જેનો તેના ગ્રાહકો લાભ ઉઠાવી શકે છે

નવા વર્ષની નવી ઓફર સાથે ખાનગી ક્ષેત્રની ડીસીબી બેંક દ્વારા ‘હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવિંગ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક બેંક માત્ર ડેબિટ ટ્રાન્ઝેક્શન પર જ આપશે. ત્યારે ચાલો શું છે તેની ડિટેલ જાણીએ અહીં
ડીસીબી બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ અથવા યુપીઆઈ દ્વારા ડેબિટ ટ્રાન્ઝેક્શન પર નાણાકીય વર્ષમાં 7500 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. આ માટે 500 રૂપિયાનું ન્યૂનતમ UPI ટ્રાન્ઝેક્શન કરવું પડશે.
25,000 રૂપિયાનું બેલેન્સ ખાતામાં હોવું જરુરી
DCB બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી જણાવે છે કે UPI ટ્રાન્ઝેક્શન પર કેશબેક મેળવવા માટે ખાતામાં 25,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું પડશે. કેશબેક ક્વાર્ટરમાં કરવામાં આવેલા વ્યવહારોના આધારે આપવામાં આવશે અને ક્વાર્ટરના અંત પછી એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. કોઈપણ ખાતાધારકને એક મહિનામાં મહત્તમ રૂ. 625નું કેશબેક અને રૂ. 7500નું વાર્ષિક કેશબેક મળશે.
આ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે
કેશબેક સાથે, બેંક તેના ગ્રાહકોને DCB ના હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટમાં અન્ય ઘણા લાભો પ્રદાન કરશે. આ એકાઉન્ટ સાથે તમને અનલિમિટેડ ફ્રી RTGS, NEFT અને IMPS સુવિધાઓ મળશે. આ સાથે, તમને વ્યક્તિગત બેંકિંગ અને DCB મોબાઇલ બેંકિંગનો લાભ પણ મળશે. આ સિવાય તમે ડેબિટ કાર્ડ વડે DCB બેંકના કોઈપણ ATMમાંથી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
જૂના ગ્રાહકો પણ લાભ લઈ શકશે
ડીસીબી બેંકે માહિતી આપી હતી કે નવા અને જૂના ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે, આ માટે તેમણે તેમના વર્તમાન ખાતાને હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું રહેશે.DCB બેંક દ્વારા હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં UPI ટ્રાન્ઝેક્શન કરવા પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવી અનેક ઓફરો પ્રાઈવેટ સેક્ટરની બેન્કો તેમના ગ્રાહકોને આપતા રહે છે.
ત્યારે ડિસીબી બેન્કે નવા વર્ષની શરુઆતની સાથે તેના ગ્રાહકો માટે મોટી સ્કીમ લોન્ચ કરી છે જેનો તેના ગ્રાહકો લાભ ઉઠાવી શકે છે. વધારે ડિટેલ માટે બેન્ક પાસેથી જાણકારી મેળવી શકો છો.