સપનાનું ઘર બનાવવા Home Loan લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ બેંકની લોન ફાયદાનો સોદો બનશે

તમે હોમ લોન અને તેનાથી સંબંધિત અન્ય વિગતો માટે તમારી બેંક શાખાનો પણ સંપર્ક કરી શકો છો. તમને જણાવી દઈએ કે હોમ લોનના વ્યાજ દર તમારા કામ, લોનની રકમ, લોનની મુદત પર આધાર રાખે છે.

સપનાનું ઘર બનાવવા Home Loan લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ બેંકની લોન ફાયદાનો સોદો બનશે
જાણો કઈ બેંક સસ્તા દરે હોમ લોન આપી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 7:40 AM

4 મેના રોજ ભારતીય રિઝર્વ બેંકે(Reserve of India) રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. વ્યાજદર 4 થી વધારીને 4.40 ટકા કર્યો હતો. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ(Repo Rate)માં વધારો કર્યા બાદ દેશની તમામ સરકારી અને ખાનગી બેંકોએ પણ લોન પર વસૂલાતા વ્યાજદરમાં વધારો કર્યો હતો. જોકે કેટલીક બેંકો 1 જૂનથી તેમના વ્યાજદરમાં વધારો કરશે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ બેંકો લોન પર વસૂલવામાં આવતા વ્યાજના દરમાં વધારો કરે છે ત્યારે ગ્રાહકો પર EMIનો બોજ વધી જાય છે. જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા માટે હોમ લોન(Home Loan) લેવાનું વિચારી રહ્યા છો અને વ્યાજ દરોને લઈને મૂંઝવણમાં છો, તો અહીં અમે તમારી મૂંઝવણ દૂર કરવામાં મદદ કરીશું. અહીં અમે તમને જણાવીશું કે કઈ બેંક કયા દરે હોમ લોન આપી રહી છે.

વિવિધ બેંકોના હોમ લોનના વ્યાજ દરો

Bank Interest Rate (%) Processing Fees tenor (Year)
SBI 6.70-7.30 2  10 thousand 1-30
Union Bank 6.60 1-30
PNB 6.75 0.25 – 0.50(%) 1-30
LIC HFL 6.90 0.25 (%) 5-30
IDFC Home Loan 6.50 5000+ tax 5-30
BOB 6.50 0.25 – 0.50 (%) 30
Bank of Maharashtra 6.40 0.25 (%) 1-30
Kotak Mahindra Bank 6.50-7.30 10000 +tax 1-20
Canara Bank 6.90-8.90 0.50 (%) 30

મોટાભાગની બેંકો ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ પર લોન આપે છે

ભારતમાં સરકારી અને ખાનગી બેંકો સિવાય ઘણી ફાઇનાન્સિંગ કંપનીઓ પણ હોમ લોન આપે છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને મોટાભાગની બેંકો તેમના ગ્રાહકોને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે. વાસ્તવમાં ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ હેઠળ તમારી લોનનો વ્યાજ દર રિઝર્વ બેંકના રેપો રેટ પર આધાર રાખે છે. કહેવાનો સીધો અર્થ એ છે કે જેમ જેમ રેપો રેટ વધશે તેમ તેમ તમારી EMI પણ વધશે અને જેવી રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે તેમ તમારી EMI પણ ઘટશે.

નોકરી કરતા લોકો કરતા વેપારી લોકોને વધુ વ્યાજ ચૂકવવું પડે છે

તમે હોમ લોન અને તેનાથી સંબંધિત અન્ય વિગતો માટે તમારી બેંક શાખાનો પણ સંપર્ક કરી શકો છો. તમને જણાવી દઈએ કે હોમ લોનના વ્યાજ દર તમારા કામ, લોનની રકમ, લોનની મુદત પર આધાર રાખે છે. જો તમે નોકરી કરો છો તો તમારા હોમ લોનના વ્યાજ દરો ઓછા હોય છે જ્યારે બીજી તરફ જો તમારો પોતાનો વ્યવસાય હોય તો તમારે પગારદાર લોકો કરતા વધુ વ્યાજ ચૂકવવું પડે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">