આજે દક્ષિણ ભારતની આ બે કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે, જાણો રોકાણકારો માટે શું રહેશે તક

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) માં આ બંને કંપનીઓના શેરોમાં વેપાર શરૂ થશે. આ કંપનીઓના IPO તાજેતરમાં આવ્યા હતા.

આજે દક્ષિણ ભારતની આ બે  કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે, જાણો રોકાણકારો માટે શું રહેશે તક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 8:11 AM

શેરબજાર(STOCK MARKET)માં આજે બે કંપનીઓ લિસ્ટ થવા જઈ રહી છે. ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS) અને ડોડલા ડેરી(Dodla Dairy)ના શેર્સ સોમવારે લિસ્ટ થશે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) માં આ બંને કંપનીઓના શેરોમાં વેપાર શરૂ થશે. આ કંપનીઓના IPO તાજેતરમાં આવ્યા હતા.

IPO દ્વારા KIMS એ રૂપિયા 2,144 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ 955 કરોડની રકમ એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કરી છે. બીજી તરફ ડોડલા ડેરી(Dodla Dairy)એ IPO દ્વારા 520 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કુલ રોકાણમાંથી એન્કર રોકાણકારો પાસેથી રૂ 156 કરોડ એકત્ર કરાયા હતા.

KIMS નો રૂ 2,144 કરોડનો IPO 16 જૂનથી ખુલ્યો અને 18 જૂને બંધ થયો હતો. તે 3.86 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. IPO માટે પ્રતિ શેર રૂ. 815 થી 825 રૂપિયા કિંમત નક્કી કરાઈ હતી. ડોડલા ડેરીનો 520 કરોડ રૂપિયાનો IPO 45.62 વખત ગણો થયો છે. કંપનીના શેરની કિંમતની કિંમત 421 રૂપિયાથી 428 રૂપિયા રાખવામાં આવી હતી.આ IPO પણ 16 જૂને ખુલ્યો અને 18 જૂને બંધ થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

KIMS 9 હોસ્પિટલોનું સંચાલન કરે છે સારવારની વિવિધતા અને દર્દીઓની સંખ્યાના આધારે KIMS એ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સૌથી મોટું કોર્પોરેટ હેલ્થકેર ગ્રુપ છે. KIMS હોસ્પિટલ હેઠળ 9 હોસ્પિટલોનું સંચાલન થાય છે. તેની બેડની કુલ ક્ષમતા 3064 છે જેમાં 2500 ઓપરેશનલ બેડ છે. ગ્રે માર્કેટમાં KIMSનો શેર રૂ 110 ના પ્રીમિયમ પર 935 રૂપિયાના સ્તરે મળી રહ્યો હતો. તેની ઇશ્યૂ પ્રાઇસ 825 રૂપિયા છે.

દક્ષિણ રાજ્યોમાં ડોડલા ડેરીનો ફેલાયેલો છે કારોબાર ડોડલા ડેરીનો વ્યવસાય પણ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ફેલાયેલો છે. તેનો વ્યવસાય મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તામિલનાડુમાં છે. ગ્રે માર્કેટમાં આ શેર પ્રત્યે રોકાણકારોની ભાવના ખૂબ જ મજબૂત હતો. તેનો શેર ગ્રે માર્કેટમાં 95 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઈસ 428 રૂપિયાસામે ગ્રે માર્કેટમાં 523 ના સ્તરે હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">