Aadhaar Card સંબંધિત આ બે સેવાઓ UIDAI એ બંધ કરી , જાણો કઈ છે આ સેવા અને કોને પડશે અસર

Unique Identification Authority of India (UIDAI) સમયાંતરે આધારને લગતા તમામ પ્રકારના અપડેટ્સ આપતું રહે છે. UIDAIએ તાજેતરમાં આધાર સાથે સંબંધિત બે સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી છે જેની અસર તમામ આધારકાર્ડ ધારકો ઉપર પડશે.

Aadhaar Card સંબંધિત આ બે સેવાઓ UIDAI એ બંધ કરી , જાણો કઈ છે આ સેવા અને કોને પડશે અસર
Aadhar Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 9:00 AM

આધાર કાર્ડ(Aadhaar Card) એ આજના સમયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. સરકારી કામથી લઈ બેંકિંગ કે અન્ય મહત્વના કામો સુધી આધાર ફરજિયાત છે. આધાર કાર્ડમાં દર્જ માહિતી અપડેટ હોવી આપણા માટે ખૂબ જરૂરી છે. Unique Identification Authority of India (UIDAI) સમયાંતરે આધારને લગતા તમામ પ્રકારના અપડેટ્સ આપતું રહે છે. UIDAIએ તાજેતરમાં આધાર સાથે સંબંધિત બે સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી છે જેની અસર તમામ આધારકાર્ડ ધારકો ઉપર પડશે.

Address Validation Letter UIDAIએ આગળના આદેશો સુધીAddress Validation Letter દ્વારા આધાર કાર્ડમાં સરનામાં અપડેટ કરવાની સુવિધા બંધ કરી દીધી છે. ભાડૂઆત અથવા અન્ય આધારકાર્ડ ધારકો આના દ્વારા સરળતાથી તેમના સરનામાંને અપડેટ કરી શકતા હતા. UIDAIએ તેની વેબસાઇટ પરથી Address Validation Letterસંબંધિત વિકલ્પને પણ દૂર કરી દીધો છે. UIDAIના જણાવ્યા અનુસાર ‘આગળના આદેશો સુધી Address Validation Letterની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. અન્ય માન્ય સરનામાંના પુરાવાઓની આ લિસ્ટમાંથી તમે સરનામાને અપડેટ કરી શકો છો (https://uidai.gov.in/images/commdoc/ valid_documents_list.pdf)

શું પડશે અસર ? આ નિર્ણયથી લોકોને આધારકાર્ડમાં સરનામું અપડેટ કરવામાં મુશ્કેલી થશે. ખાસ કરીને તે લોકો કે જે ભાડા પર રહે છે અથવા લાંબા સમયથી નોકરી બદલતા હોય છે તેઓને હવે આધાર પર સરનામું અપડેટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જેની પાસે સરનામાંમાં ફેરફાર કરવા માટે અન્ય કોઈ પુરાવા નથી તેમના માટે પણ મોટી સમસ્યા ઉભી થઇ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જૂની પદ્ધતિનું Aadhaar Card Reprint બંધ કરાયું UIDAIએ જૂની શૈલીમાં આધારકાર્ડ રિપ્રિન્ટની સેવા બંધ કરી દીધી છે. હવે જૂના કાર્ડને બદલે UIDAI પ્લાસ્ટિક PVC કાર્ડ જારી કરે છે. આ કાર્ડ સાથે રાખવું સરળ છે. આ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું છે. દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં હવે તમે સરળતાથી આ નવા કાર્ડને ખિસ્સા અને વોલેટમાં રાખી શકો છો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">