વર્ષ 2024 ના પહેલા ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક્સમાં એક્શન જોવા મળી શકે છે, તમારે વોચ લિસ્ટમાં રાખવા જોઈએ
નવા સપ્તાહની સાથે આજે સોમવારથી નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. 29 ડિસેમ્બર શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓ વિશે સમાચાર આવ્યા છે.નવા વર્ષના પહેલા દિવસે આ કંપનીઓના શેર પર આ સમાચારની અસર જોવા મળી શકે છે. આજે રોકાણકારોએ આ સ્ટોક્સ વોચ લિસ્ટમાં રાખવા જોઈએ.

નવા સપ્તાહની સાથે આજે સોમવારથી નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. 29 ડિસેમ્બર શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓ વિશે સમાચાર આવ્યા છે.નવા વર્ષના પહેલા દિવસે આ કંપનીઓના શેર પર આ સમાચારની અસર જોવા મળી શકે છે. આજે રોકાણકારોએ આ સ્ટોક્સ વોચ લિસ્ટમાં રાખવા જોઈએ.
Alkem Labs: એલ્કેમ લેબોરેટરીઝે 30 ડિસેમ્બરે જણાવ્યું હતું કે તેણે યુએસમાં તેના એક યુનિટનું વેચાણ 7.96 મિલિયન ડોલર અથવા રૂ. 66.26 કરોડમાં પૂર્ણ કર્યું છે. કંપનીએ યુનિટ વેચવાનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં એકમનું યોગદાન 3.85 મિલિયન ડોલર હતું જે એકીકૃત ધોરણે 0.27 ટકા હતું. શુક્રવારે કંપનીનો શેર 1.42 ટકાના ઉછાળા સાથે રૂ.5,199 પર બંધ થયો હતો.
L&T: L&Tને બેંગલુરુ સબર્બન રેલવે પ્રોજેક્ટમાં મોટો ઓર્ડર મળ્યો છે. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની (કર્ણાટક) લિમિટેડ એટલે કે KRIDE એ 30મી ડિસેમ્બરે જ L&Tને સ્વીકૃતિ પત્ર જાહેર કર્યો છે. આ પત્ર સબર્બન રેલ પ્રોજેક્ટની 46 કિમી લાંબી કંકા લાઇન (કોરિડોર-4)માં સિવિલ વર્ક સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટની કિંમત 1040 કરોડ રૂપિયા છે. સોમવારે કંપનીનો શેર 0.055 ટકાના ઉછાળા સાથે રૂપિયા 3,520 પર બંધ થયો હતો.
Dr. Reddy’s Laboratories : ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે ઇઝરાયેલ સ્થિત ડેવલપમેન્ટ સ્ટેજ બાયોટેક્નોલોજી કંપની એડિટી થેરાપ્યુટિક્સમાં 6.46 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. વર્ષ 2023ના અંતિમ દિવસે કંપનીના શેર 0.93 ટકાના ઘટાડા સાથે રૂ.5,804 પર બંધ થયા હતા. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 5,989.70 રૂપિયા છે.
PNB: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકે એક વર્ષ માટે MCLR 8.65 ટકાથી વધારીને 8.70 ટકા કર્યો છે. બેંક દ્વારા કરવામાં આવેલ આ ફેરફારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. શુક્રવારે કંપનીનો શેર 0.21 ટકાના વધારા સાથે રૂ. 95.70 પર બંધ થયો હતો.
R.P.P Infra Projects: R.P.P ઇન્ફ્રા પ્રોજેક્ટ્સે રૂ. 183 કરોડનો નવો ઓર્ડર હાંસલ કર્યો છે. શુક્રવારે કંપનીના શેર 4.97 ટકાના ઉપલા સર્કિટ પર બંધ થયા હતા. કંપનીના શેરની કિંમત 116.15 રૂપિયા છે.
REDINGTON LTD: રેડિંગ્ટન લિમિટેડે માહિતી આપી છે કે કંપનીને રૂ. 136.25 કરોડની માંગ મુજબ ઇન્કમટેક્સ એસેસમેન્ટ ઓર્ડર મળ્યો છે. શુક્રવારે કંપનીનો શેર 0.62 ટકાના ઉછાળા સાથે રૂ. 176.80 પર બંધ થયો હતો.
Mahindra & Mahindra Limited : ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે શુક્રવારે (ડિસેમ્બર 29) જણાવ્યું હતું કે તેને મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત રાજ્ય કરના ડેપ્યુટી કમિશનર, ઓડિટ વિંગ દ્વારા ₹4.12 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ મહિન્દ્રા ટુ વ્હીલર્સ લિમિટેડ (MTWL) ના ભૂતપૂર્વ ટુ-વ્હીલર વ્યવસાયને લગતો છે જે ડીમર્જ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ M&M સાથે મર્જ કરવામાં આવ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર 0.54 ટકાના ઘટાડા સાથે રૂ.1,725 પર બંધ થયો હતો.
Dislaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.