તમને તમારું રોકાણ જરૂરિયાતના સમયે ટૂંકાગાળાની નાણાંકીય સહાય કરી શકે છે , જાણો કંઈ રીતે

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કર્યું છે, તો જરૂર પડે તો તેના બદલામાં લોન પણ લઈ શકો છો. આ સિવાય તમે વીમા પોલિસીના બદલામાં લોન પણ લઈ શકો છો.

તમને તમારું રોકાણ જરૂરિયાતના સમયે ટૂંકાગાળાની નાણાંકીય સહાય કરી શકે છે , જાણો કંઈ રીતે
Symbolic Image
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 10:53 AM

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કર્યું છે, તો જરૂર પડે તો તેના બદલામાં લોન પણ લઈ શકો છો. આ સિવાય તમે વીમા પોલિસીના બદલામાં લોન પણ લઈ શકો છો. બેંક તમને સરળતાથી લોન આપે છે. ઘણી બેંકો દસ્તાવેજો માંગતી નથી અને ઓનલાઇન ડિજિટલ રીતે ત્રણ દિવસથી ઓછા સમયમાં લોન પ્રદાન કરે છે. જો કે, આવા રોકાણ સામે લોન લેતા પહેલા, બેંકની શરતો, વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી ધ્યાનમાં લેવી જરૂરી છે.

લોન કેટલી હશે શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ અને વીમા પોલિસીના બદલામાં બેંકો સામાન્ય રીતે રોકાણની રકમના 50 થી 60 ટકા ધિરાણ આપે છે. બેંકો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ સામે વધુ રકમની ન આપે છે કારણ કે તેમના વળતરમાં ખૂબ વધઘટ થતી નથી. તે જ પ્રમાણે શેરોમાં વધુ જોખમ હોવાને કારણે તેઓ 60 ટકાથી વધુ રકમની લોન આપતા નથી.

વ્યાજ કેટલું લેવામાં આવશે શેર બજાર અને વીમા સંબંધિત રોકાણના બદલામાં બેંકો હોમ લોનના વ્યાજ દર કરતા બે થી ત્રણ ટકા ઊંચા દરે લોન આપે છે. આ દર પર્સનલ લોનની તુલનામાં ઘણા સસ્તા છે. હાલમાં વિવિધ બેંકો અને એનબીએફસી શેરની સામે 9.25 ટકાથી 18 ટકાના દરે લોન આપી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લોન ટૂંકા ગાળા માટે હોય છે શેર-મ્યુચ્યુઅલ ફંડ્સ સામેની લોન હોમ લોન અને ઓટો લોન જેવા લાંબા ગાળા માટે ઉપલબ્ધ નથી. બેંકો સામાન્ય રીતે 36 મહિના અથવા ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની સામે લોન આપે છે. બેંકો પાસે દર મહિને કુલ લોન અથવા વ્યાજના EMIને ચુકવવા અને અંતે મુખ્ય રકમની ચુકવણી કરવાનો વિકલ્પ પણ છે. આવી સ્થિતિમાં તમારી અનુકૂળતા અનુસાર વિકલ્પ પસંદ કરી શકાય છે.

માર્કેટમાં ઘટાડાની શું અસર પડે છે જ્યારે શેરબજાર નીચે આવે છે ત્યારે તમારા શેરોનું મૂલ્ય ઘટે છે. આવી સ્થિતિમાં બેંક તમને વધુ શેરો ગીરવે મૂકવાની અથવા લોનની અવધિની મધ્યમાં તે રકમની ચુકવણી કરવા કહે છે. ઉદાહરણ તરીકે તમે 10 લાખ રૂપિયાના શેર ગિરવી મુક્યા હોય જેના બદલામાં તમને 60 ટકા એટલે કે છ લાખ રૂપિયાની લોન મળી હોય અને બાદમાં બજારમાં 10 ટકાનો ઘટાડો આવવાથી તમારા શેરની કિંમત 9 લાખ રૂપિયા થાય છે તો આવી સ્થિતિમાં તમે ફક્ત 5.40 લાખની લોન માટે જ હકદાર છો. આ સ્થિતિમાં બેંકો 60 હજાર રૂપિયા વળતરની માંગ કરે છે.

પ્રોસેસિંગ ફીનું ગણિત હાલમાં વિવિધ બેન્કો 0.10 ટકાથી લઈને બે ટકા સુધીની પ્રોસેસિંગ ફી વસૂલતી હોય છે. યુકો બેંક 250 રૂપિયાની નિશ્ચિત રકમ લઈ રહી છે. ઘણી બેંકો લોન સસ્તી ઓફર કરે છે અને પ્રોસેસિંગ ફી વધારે રાખે છે. આ કિસ્સામાં સંપૂર્ણ તપાસ જરૂરી છે. સરકાર સંચાલિત ઈન્ડિયન બેંક 9.05 ટકાના પ્રારંભિક વ્યાજ પર ધિરાણ આપી રહી છે જ્યારે પ્રોસેસિંગ ફી આશરે 0.30 ટકા જેટલી ચાર્જ કરે છે. ખાનગી ક્ષેત્રમાં કોટક મહિન્દ્રા બેન્ક બે ટકા સુધીની પ્રોસેસિંગ ફી લે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">