AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવું વર્ષ શરૂ થતા જ રતન ટાટા માટે આવ્યા ખરાબ સમાચાર, ફેવરિટ કંપનીને થયું મોટું નુકસાન

સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 57,408.22 કરોડ ઘટી હતી. સૌથી વધુ નુકસાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કને થયું હતું.

નવું વર્ષ શરૂ થતા જ રતન ટાટા માટે આવ્યા ખરાબ સમાચાર, ફેવરિટ કંપનીને થયું મોટું નુકસાન
Ratan Tata
| Updated on: Jan 09, 2024 | 3:43 PM
Share

દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં ટાટા જૂથનો કેટલો ફાળો છે? આ વાત કોઈનાથી છુપી નથી. આજે ગ્રૂપની ઘણી કંપનીઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પોતાનો ધ્વજ લહેરાવી રહી છે. પરંતુ વર્ષનું પહેલું સપ્તાહ પૂરું થતાં જ રતન ટાટા માટે ખરાબ સમાચાર આવ્યા છે.

જૂથની સૌથી મોટી કંપનીને ભારે નુકસાન થયું છે. હકીકતમાં, TCSના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે લગભગ 21 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે દેશની ટોચની કંપનીઓમાં સૌથી વધુ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે દેશની ટોપ 10 કંપનીઓમાં કઈ કંપનીના માર્કેટ કેપમાં કેટલું નુકસાન થયું છે.

સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 6 ની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 57,408.22 કરોડ ઘટી હતી. સૌથી વધુ નુકસાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કને થયું હતું. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 214.11 પોઈન્ટ અથવા 0.29 ટકાનો ઘટાડો થયો હતો. 1 જાન્યુઆરીએ સેન્સેક્સ 72,561.91 પોઈન્ટની તેની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

કઈ કંપનીને કેટલું નુકસાન થયું?

  1. TCSનું બજાર મૂલ્ય રૂ. 20,929.77 કરોડ ઘટીને રૂ. 13,67,661.93 કરોડ થયું હતું. ટીસીએસમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
  2. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 20,536.48 કરોડ ઘટીને રૂ. 12,77,435.56 કરોડ થયું હતું.
  3. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10,114.99 કરોડ ઘટીને રૂ. 6,15,663.40 કરોડ થયું હતું.
  4. ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 4,129.69 કરોડ ઘટીને રૂ. 6,36,222.11 કરોડ થયું હતું.
  5. ICICI બેન્કનો એમકેપ રૂ. 1,608.05 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 6,97,357.42 કરોડ થયો હતો.
  6. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની માર્કેટ મૂડી રૂ. 89.24 કરોડ ઘટીને રૂ. 5,72,826.22 કરોડ થઈ હતી.

આ કંપનીઓને ફાયદો થયો

  1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 14,816.85 કરોડ વધીને રૂ. 17,63,644.77 કરોડે પહોંચ્યું છે.
  2. ITCના મૂલ્યાંકનમાં રૂ. 14,409.32 કરોડનો ઉછાળો આવ્યો હતો અને એમકેપ રૂ. 5,91,219.09 કરોડ થયો હતો.
  3. ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,200.55 કરોડ વધીને રૂ. 5,88,846.09 કરોડ થયું છે.
  4. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની માર્કેટ મૂડી રૂ. 7,020.75 કરોડ વધીને રૂ. 5,34,082.81 કરોડ થઈ છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">