2022 માં દુનિયાના ટોચના અમિરોની સંપતિનું થયું ધોવાણ, જાણો કોણ કોણ છે સામેલ

વર્ષ 2022માં દુનિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. વૈશ્વિક પરિબળોની અસર એટલી ગંભીર છે કે વિશ્વના ટોચના 500 અમીરોની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં $1,400 બિલિયનનો જંગી ઘટાડો થયો છે.

2022 માં દુનિયાના ટોચના અમિરોની સંપતિનું થયું ધોવાણ, જાણો કોણ કોણ છે સામેલ
Elon Musk
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Jul 02, 2022 | 12:28 PM

2022નું વર્ષ દુનિયાના સૌથી ધનિક લોકો(World richest people) માટે ઘણું ખરાબ જઈ રહ્યું છે. વિશ્વના ટોચના 500 અમીરોની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં $1.4 ટ્રિલિયન ($1400 બિલિયન)નો ઘટાડો થયો છે. ભારતની અર્થવ્યવસ્થાનું કદ લગભગ 3000 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ઇલોન મસ્ક હજુ પણ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ $210 બિલિયન છે, જ્યારે જેફ બેઝોસ $133 બિલિયન સાથે બીજા ક્રમે છે. વર્ષ 2022માં એલોન મસ્ક (Elon Musk)ની સંપત્તિમાં અત્યાર સુધીમાં $59.9 બિલિયન અને જેફ બેઝોસની સંપત્તિમાં $59.3 બિલિયનનો ઘટાડો થયો છે. ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $128 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $50.4 બિલિયનનો ઘટાડો થયો છે.

બિલ ગેટ્સ $115 બિલિયન સાથે ચોથા નંબર પર છે અને તેમની સંપત્તિમાં $22.9 બિલિયનનો ઘટાડો થયો છે. લેરી પેજ $99.2 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $29.3 બિલિયનનો ઘટાડો થયો છે.

અદાણી માટે કોરોનાનો સમયગાળો સારો રહ્યો

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) માટે આ વર્ષ ખૂબ જ સફળ રહ્યું છે. તેની સંપત્તિ આકાશને આંબી ગઈ છે. $98.8 બિલિયન સાથે, તેઓ હાલમાં વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $22.3 બિલિયનનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. મુકેશ અંબાણી(Mukesh Ambani) $86.3 બિલિયન સાથે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિમાં આ વર્ષે લગભગ $3.66 બિલિયનનો ઘટાડો થયો છે.

કોરોના સમયગાળા દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો હતો

બ્લૂમબર્ગની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, આ વર્ષે ગૌતમ અદાણી સંપત્તિમાં ઉછાળાના મામલે નંબર વન પર છે. તેમની સંપત્તિમાં 22.3 બિલિયન ડોલરનો જંગી ઉછાળો આવ્યો છે. ગૌતમ અદાણી માટે કોરોનાનો સમયગાળો સુવર્ણકાળ સાબિત થઈ રહ્યો છે. માર્ચ 2020ના અંતે તેમની સંપત્તિ માત્ર $6.39 બિલિયન હતી. તેની તુલનામાં, તે 15 ગણો વધુ ઉછળ્યો છે અને $ 99 બિલિયનની નજીક છે. એપ્રિલ 2022માં તેમની સંપત્તિ વધીને $122 બિલિયન થઈ ગઈ હતી.

કેનેડિયન ઉદ્યોગપતિ ઝાઓને સૌથી વધુ નુકસાન થયું

ઘટાડાની વાત કરીએ તો કેનેડિયન બિઝનેસમેન ચાંગપેંગ ઝાઓની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 79.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. $16.6 બિલિયન સાથે, તેઓ વિશ્વના 95મા સૌથી ધનિક વ્યક્તિ છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં $65.9 બિલિયનનો ઘટાડો થયો છે. હાલમાં તેઓ $59.6 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે. ઘટતી સંપત્તિના સંદર્ભમાં, ઝુકરબર્ગ બીજા ક્રમે આવે છે, ત્યારબાદ એલોન મસ્ક અને પછી જેફ બેઝોસ આવે છે.

આ પણ વાંચો

આ વર્ષે ભારતના તમામ અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે

માત્ર ભારતની વાત કરીએ તો ગૌતમ અદાણી $98.8 બિલિયન સાથે નંબર વન પર છે. $86.3 બિલિયન સાથે મુકેશ અંબાણી બીજા ક્રમે, $25.8 બિલિયન સાથે અઝીમ પ્રેમજીર $24.1 બિલિયન તથા શિવ નાદ ચોથા ક્રમે અને રાધાકિશન દામાણી $17.2 બિલિયન સાથે પાંચમા ક્રમે છે. આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં $3.66 બિલિયન, અઝીમ પ્રેમજીની સંપત્તિમાં $15.5 બિલિયન, શિવ નાદરની સંપત્તિમાં $8.51 બિલિયન અને રાધાકિશન દામાણીની સંપત્તિમાં $7.40 બિલિયનનો ઘટાડો થયો છે. ભારતના ટોપ-10 અમીરોમાં માત્ર અદાણીની સંપત્તિમાં જ વધારો નોંધાયો છે. બાકી બધાની સંપત્તિમાં ઘટાડો થયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati