કચરાને સોનુ સમજી ધંધો કરનાર ગુજરાતના સંદીપ પટેલની કંપનીનું ટર્નઓવર 200 કરોડે પહોચ્યું

ભારતની સૌથી મોટી ડિજિટલ ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ કંપની નેપ્રા રિસોર્સિસનું લક્ષ્ય પુના, જામનગર, ઇન્દોર અને વાપી સુધી કામગીરી વિસ્તૃત કરવાનું છે.

કચરાને સોનુ સમજી ધંધો કરનાર ગુજરાતના સંદીપ પટેલની કંપનીનું ટર્નઓવર 200 કરોડે પહોચ્યું
સંદીપ પટેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:22 PM

દંતકથાઓમાં તેમજ શાળાના બાળકોને શીખવવામાં આવતી સિદ્ધાંતિક વાર્તાઓમાં સ્કોટના રાજા રોબર્ટ બ્રુસ (1274-1329) ને સંદિપભાઇ પટેલ સરળતાથી સ્થિરતા અને કડકતાના પ્રતીક તરીકે બદલી શકે છે. 1,800 જેટલા કચરો ઉઠાવનાર (rag pickers) લોકોની આવક અને જીવનશૈલીમાં સુધારો લાવનારા આ 42 વર્ષીય ઉદ્યોગસાહસિકને ભારતની સૌથી મોટી ડિજિટલ ડ્રાય વેસ્ટ (dry waste) મેનેજમેન્ટ કંપનીની સ્થાપના પહેલાં 68 સાહસિક મૂડીવાદીઓની અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો, જે હવે રૂ.200 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે અને ઝડપથી અન્ય શહેરોમાં વિસ્તરણની યોજના બનાવી રહ્યા છે.

પટેલનો ટ્રેક રેકોર્ડ એ જાણે ફિલ્મ સ્ક્રીપ્ટને અનુસરતો હોય એટલો પ્રશંસનીય છે. તેણે ફક્ત ઘણા અસ્વીકારોનો જ સામનો નથી કર્યો પણ સાથે જ તેણે વારંવાર આવતી ધમકીઓનો પણ સામનો કર્યો છે. પટેલની નેપ્રા રિસોર્સિસ કંપની દરરોજ 560 ટન સુકો કચરો સંભાળે છે, જે તેને ભારતની સૌથી મોટી ડ્રાય વેસ્ટ (dry waste) મેનેજમેન્ટ કંપની બનાવે છે.

તાજેતરમાં, સિંગાપોર સ્થિત સરક્યુલેટ કેપિટલએ સિરીઝ-સી ફંડિંગમાં કંપનીમાં 1.8 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. એકંદરે કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી 235 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાતમાં પટેલ પરિવારમાં જન્મેલા સંદીપ તેની બહેનના સપનાને પરિપૂર્ણ કરવા એમબીએના અભ્યાસ માટે લંડન ગયા હતા, પરંતુ 2002 માં પાછો ફર્યો. સંદીપ પટેલએ વાતચીત દરમિયાન કહ્યુ કે “હું ભારતમાં કંઈક કરવા માંગતો હતો. મારા કોલેજના દિવસો દરમિયાન, હું વ્યવસાય કરવા માંગતો હતો. મારા મિત્રો વ્યવસાયિક પરિવારોમાંથી આવતા હતા. તેમની પ્રેરણાથી મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો.”

ટ્રાન્સપોર્ટ, આ.ટી., કેમીકલ

લંડનથી પરત આવ્યા બાદ, પટેલે 2003-2011 દરમિયાન ટ્રાવેલ, આઇટી-બીપીઓ અને કેમિકલ ટ્રેડિંગના વ્યવસાયમાં સાહસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે રિટેલ અથવા વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરવા માંગે છે, પરંતુ રિટેલ સેગમેન્ટમાં પહેલાથી જ મોટા ખેલાડીઓ છે. વઘુમાં સંદીપ પટેલે કહ્યુ હતુ કે “તેથી, મેં વેસ્ટ મેનેજમેન્ટની પસંદગી કરી. જ્યારે હું કેમિકલ ટ્રેડિંગના વ્યવસાયમાં હતો ત્યારે મને અસંગઠિત ડ્રાય વેસ્ટ (dry waste) મેનેજમેન્ટ ક્ષેત્રને બદલવાનો વિચાર આવ્યો.”

નવા સાહસો

2006 માં પટેલે કચરા વ્યવસ્થાપન પર સંપૂર્ણ સંશોધન શરૂ કર્યું. જે બાબતે વાત કરતાએ જણાવે છે કે “મારો કેમિકલ વેપાર કરતી વખતે, મેં કચરો વ્યવસ્થાપન ધંધાથી સંબંધિત દરેક બાબતોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. હું દરરોજ સવારે 3 વાગ્યા સુધી આ વિષય વાંચતો હતો. હું કચરો વ્યવસ્થાપન પદ્ધતિને સમજવા માટે અમદાવાદ સિવાય અન્ય સ્થળોની મુલાકાત લેતો હતો. છેલ્લે 2011 માં, મેં કચરો વ્યવસ્થાપનનો વ્યવસાય શરૂ કરવા માટે બાકીનું બધું છોડી દીધું.”

ગુંડાઓ તરફથી ધમકી

પહેલાનો સમય યાદ કરતા જણાવ્યુ હતુ કે લોકો મને જોઈને હસતા હતા કે અહીં લંડનનો ભણેલો વ્યક્તિ કચરાનુ કામ કરે છે. “મેં સાત કર્મચારીઓ સાથે શરૂઆત કરી. અમે કચરો એકત્રિત કરી અને તેને ફરીથી ઉપયોગમાં લેતા હતા, પરંતુ તે ફાયદાકારક ન હતું અન્ય ઉદ્યોગપતિઓએ કહ્યું કે હું કદી કમાણી કરીશ નહીં. મારા હરીફોએ મને ધમકાવવા માટે ગુન્ડાઓ પણ તૈનાત કર્યા હતા.”- સંદીપ પટેલ

2011 થી 2013ના સમયગાળા દરમિયાન ધંધાકીય યોજના નકારી કાઢવામા આવી હતી, પટેલે 70 જેટલા વેન્ચર કેપિટાલિસ્ટનો સંપર્ક કર્યો, પરંતુ તેમાંથી 68 લોકોએ તેનો વિચાર નકારી કાઢયો હતો. “ભારતમાં તે સમયે ફક્ત 90 વેન્ચર કેપિટાલિસ્ટ હતા અને હું 70 પાસે ગયો હતો.”- સંદીપ પટેલ

જોકે, તેમણે હાર ન માની અને હંમેશની જેમ અડગ રહ્યા. આખરે, તેને 2013 માં 3 કરોડનું ભંડોળ મળ્યું.

પ્લાન્ટમાં આગ

2013માં થયેલા એક અકસ્માતને યાદ કરતાં સંદીપ પટેલે જણાવ્યું હતું કે તેમણે જે ફંડ મેળવ્યું હતુ તેનું રોકાણ અમદાવાદના કાર્ડબોર્ડ પ્લાન્ટમાં કર્યું હતુ. “મે મહિનામાં પ્લાન્ટમાં લાગેલી આગને કારણે મને ભારે નુકસાન થયું હતું અને રોકાણકારોના અડધા નાણાં આગમાં નાશ પામ્યા હતા,” તે વઘુમાં જણાવે છે કે તેણે વ્યવસાય ચલાવવાના છેલ્લા પ્રયાસ તરીકે મિત્રો પાસેથી અને બજારમાંથી વ્યાજ પર પણ નાણાં એકઠા કર્યા હતા.

આશા ગુમાવ્યા વગર, પટેલે માત્ર ત્રણ દિવસમાં પ્લાન્ટને જીવંત બનાવ્યો અને ફરીથી કામ શરૂ કર્યું. પટેલ કહે છે કે તેના માટે કામ કરતા કચરો ઉઠાવનારાઓ પહેલા કરતા 35% વધુ કમાણી કરે છે. કચરો ઉઠાવનારાને (rag pickers) રુપીયાની તત્કાળ ચુકવણી કરવામાં આવે છે, તેમણે કહ્યું કે, તેમાંથી ઘણા લોકો અગાઉ તેમની સાઈકલ પર કચરો લાવતા હતા અને આજે તેઓએ ડ્રાઇવરોને કામે લગાડ્યા છે.

જે મહિલાઓ અગાઉ રૂ. 3,000 કમાતી હતી તે હવે 8,000 રૂપિયા મેળવે છે અને તેમના બાળકોના શિક્ષણ માટે પૈસા બચાવે છે. વઘુમાં પટેલે જણાવ્યું હતું કે કામદારોને વીમાનો લાભ પણ મળે છે, જે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે એક મોટી બાબત છે.

ટેકનોલોજીકલ ઝુંબેશ

“રિસાયકલીંગની જરુરીયાત મુજબ કચરાને અલગ પાડવાનું કાર્ય એક જટિલ પ્રક્રિયા છે, જે આ વ્યવસાયને વધારવામાં સૌથી મોટો અવરોધ છે.” પટેલે ટ્રેસિબિલિટી અને ટ્રેકિંગથી લઈને સોર્ટીંગ સુધીની દરેક વસ્તુ માટે તકનીકીનો ઉપયોગ કર્યો હતો. કચરો ઉઠાવનારની મોબાઇલ એપ્લિકેશન પર ચહેરાની ઓળખથી લઈને ટ્રાન્સપોર્ટર સુધીની બઘી વ્યવસ્થામાં સંદીપ પટેલે એન્ડ-ટુ-એન્ડ વેસ્ટ મેનેજમેન્ટને ડિજિટલ બનાવ્યું છે.

200 કરોડની કંપની નેપ્રા રિસોર્સિસ અમદાવાદ અને ઈન્દોરમાં 1,800 કચરો ઉઠાવનારા લોકો સાથે સંકળાયેલ છે. તેણે 2019 માં રૂ. 100 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, 2020 માં રૂ. 175 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું અને 2021 માં રૂ. 200 કરોડનું ટર્નઓવર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. નેપ્રાએ 10% ઇબીઆઇટીડીએ મૂક્યો છે.

પટેલે આગામી 6-8 મહિનામાં 2,500 ટન કચરો હેન્ડલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે કારણ કે નેપ્રાનુ કાર્યક્ષેત્ર પુણે, જામનગર, ઇન્દોર અને વાપી સુધી વિસ્તરશે. તેનુ લક્ષ્ય વઘુ 25 શહેરોમાં વિસ્તૃત થવાનુ છે અને 2025 સુધીમાં 50,000 કચરો ઉઠાવનાર લોકોને ઉમેરવા માંગે છે.

પર્યાવરણીય જાગૃતિ

ભારતમાં હવે પર્યાવરણ, ટકાઉપણું અને શાસન અંગે વધુ જાગૃતિ છે. આ ત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓની સમૃદ્ધ થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2020-2021માં ઇએસજી ભંડોળ પાછલા વર્ષ કરતા 76% (રૂ. 3,686 કરોડ) વધ્યું છે.

માર્કેટ એનાલિસ્ટ મનીષ શર્માએ જણાવ્યું હતું કે “નેપ્રા રિસોર્સિસ એ ડિજિટલ તેમજ પર્યાવરણીય સભાન કંપની છે અને સમાજને અસર કરે છે. તેથી રોકાણકારો તેમાં રોકાણ કરવા તૈયાર છે,” વેસ્ટ મેનેજમેન્ટમાં ડિજિટલ થઈને નેપ્રા રિસોર્સિસ ખરેખર શ્ર્રેષ્ઠ અને ટકાઉ વાતાવરણને પ્રોત્સાહન આપી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">