કોરોનાકાળમાં શેરબજારે રોકાણકારોને કર્યા માલામાલ, Investors ને 3 મહિનામાં 25.46 લાખ કરોડનો થયો લાભ

કોરોનાકાળમાં શેરબજારે રોકાણકારોને કર્યા માલામાલ, Investors ને 3 મહિનામાં 25.46 લાખ કરોડનો થયો લાભ
File Image of Happy Investors of Stock Market

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં માર્ચથી જૂનની વચ્ચે શેરબજારના રોકાણકારોએ 25,46,954.71 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. BSE માં સમાવિષ્ટ કંપનીઓની માર્કેટ કેપ નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 90,82,057.95 કરોડ વધીને રૂ 2,04,30,814.54 કરોડ થઈ છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 02, 2021 | 8:07 AM

ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં શેર બજારે(Stock Market) રોકાણકારોને માલામાલ કર્યા છે. એક તરફ આખો દેશ કોરોના(Corona Pandemic)ની લહેર સામે લડતો હતો. બીજી બાજુ રોકાણકારોએ શેરબજારમાંથી સારો લાભ મેળવ્યો છે. મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટની અસર રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણો પર જોવા મળી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં માર્ચથી જૂનની વચ્ચે રોકાણકારોએ 25,46,954.71 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વાર્ટરમાં BSEના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં લગભગ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ઇન્ડેક્સ આ સમયગાળા દરમિયાન આશરે 2,973.56 પોઇન્ટ વધ્યો છે. આ વર્ષે 15 જૂને બીએસઈ સેન્સેક્સની માર્કેટ કેપ તેની સર્વાધિક ઉચ્ચતમ સપાટી 2,31,58,316.92 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

માર્કેટ કેપમાં વધારો સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓની માર્કેટ કેપમાં 3 લાખ કરોડ ડોલર એટલે કે રૂ. 220 લાખ કરોડનો વધારો થયો છે. આ સિવાય બીએસઈમાં સમાવિષ્ટ કંપનીઓની માર્કેટ કેપ નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 90,82,057.95 કરોડ વધીને રૂ 2,04,30,814.54 કરોડ થઈ છે.

રોકાણકાર બન્યા માલામાલ એપ્રિલથી જૂન સુધીમાં જ્યાં એક તરફ દેશમાં કોરોના રોગચાળો ફેલાયો હતો. બીજી તરફ રોકાણકારો શેરબજારથી મોટો નફો કરી રહ્યા હતા. શેરબજારની મજબૂતીથી રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. કોરોનાવાયરસ રોગચાળાની મુશ્કેલી હોવા છતાં પાછલા નાણાકીય વર્ષમાં સેન્સેક્સમાં 68 ટકાનોઅથવા 20,040.66 પોઇન્ટ વધારો થયો છે છે. નાણાકીય વર્ષ 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં કંપનીઓના અપેક્ષિત કરતાં સારા પરિણામથી શેરબજારને પણ ટેકો મળ્યો છે.

એક સપ્તાહથી કારોબારમાં દેખાઈ રહી છે નરમાશ  ગુરુવારે બજાર તેજી સાથે શરૂ થયું હતું . સેન્સેક્સ 33.6 અંક અથવા 0.06 ટકાના વધારા સાથે 52,516.31 ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો. બીજી તરફ નિફ્ટી 26.65 પોઇન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 15,748.15 ના સ્તરે ખુલ્યો હતો જોકે કારોબારના અંતે બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરક્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati