મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી વધઘટ નહિ

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી વધઘટ નહિ


મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભ બાદ ખાસ ફેરફાર દેખાયો ન હતો. શરૂઆતી કારોબારમાં વધઘટ વચ્ચે સેન્સેક્સ 38,967 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,528.15 સુધી ઉછળા બાદ સવારે ૧૧.0૫ વાગે સેન્સેક્સ 38,820.83 અને નિફટી 11,491.25 અંક ઉપર જોવા મળ્યું હતું.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી અને મિડકેપ શેરોમાં નબળાઈરહી હતી. બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વેચાણ રહ્યું છે. બેન્ક મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદારી દેખાય રહી છે.

મોટા શેરોમાં એચસીએલ ટેક, ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ અને કોટક મહિન્દ્રા બેન્ક વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, સિપ્લા, ગેલ, ટાટા મોટર્સ, પાવર ગ્રિડ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ઘટ્યા છે.

આ પણ વાંચોઃસેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું માર્કેટ કેપિટલ ૫૯,૨૫૯.૫૮ કરોડ રૂપિયા ગગડ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati