કોરોનાના કહેર વચ્ચે આજથી RBIની ત્રિદિવસીય બેઠક મળશે . 7 એપ્રિલે MPC બેઠક બાદ નીતિગત દર જાહેર થશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ રહી છે. કોવિડ -19 કેસના અચાનક ઉછાળા વચ્ચે આ બેઠક યોજવા જઈ રહી છે જેના ઉપર તમામની નજર છે.

  • Ankit Modi
  • Published On - 8:16 AM, 5 Apr 2021
કોરોનાના કહેર વચ્ચે આજથી RBIની ત્રિદિવસીય બેઠક મળશે . 7 એપ્રિલે MPC બેઠક બાદ નીતિગત દર જાહેર થશે
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ રહી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ રહી છે. કોવિડ -19 કેસના અચાનક ઉછાળા વચ્ચે આ બેઠક યોજવા જઈ રહી છે જેના ઉપર તમામની નજર છે. સરકારે રિટેલ ફુગાવો 4 ટકાની રેન્જમાં રાખવા કેન્દ્રિય બેંકને લક્ષ્યાંક આપ્યો છે. આ સંજોગોમાં નિષ્ણાતો માને છે કે નાણાકીય સમીક્ષામાં રિઝર્વ બેન્ક પોલિસી રેટને યથાવત રાખી શકે છે. નિષ્ણાતો કહે છે કે MPC પોતાનું નરમ વલણ ચાલુ રાખવાની અપેક્ષા છે.  ત્રિદિવસીય બેઠક બાદ 7 એપ્રિલના રોજ નિર્ણય જાહેર કરવામાં આવશે.

નિષ્ણાતો માને છે કે રિઝર્વ બેંક નાણાકીય કાર્યવાહીની જાહેરાત કરવા માટે યોગ્ય તકની રાહ જોશે. આનાથી છૂટક ફુગાવાને 4 ટકા (2 ટકા ઉપર અથવા નીચે) ની રેન્જમાં રાખવામાં અને વૃદ્ધિને પ્રોત્સાહિત કરીને શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

કોવિડ -19 ના કેસોમાં વધારો થયો છે
આ સમય રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. એડલાઇસ રિસર્ચએ જણાવ્યું હતું કે ઇકોનોમિક રક્વરી હજી સ્થિર નથી અને સુધારણાની ગતિ ધીમી છે. આ ઉપરાંત કોવિડ -19 નો કેસ પણ વધારો થઇ રહ્યો છે. વધુમાં કહ્યું હતું કે કુલ મળીને અનુમાન છે કે નીતિગત દરોમાં બદલાવ નહીં કરાય. જો કે કેન્દ્રીય બેન્ક નરમ વલણ યથાવત રાખશે.

RBI સામે પડકારજનક સ્થિતિ
હાઉસિંગ.કોમ, મકાન.કોમ અને પ્રોપ્ટાઈગર.કોમ જૂથના સીઇઓ ધ્રુવ અગ્રવાલએ જણાવ્યું હતું કે RBI સામે હાલનો સમયનો પડકારજનક છે. દેશમાં કોવિડ -19 ના કેસ વધી રહ્યા છે. અર્થતંત્રની રિકવરી પર ‘બ્રેક’ લાગી શકે છે. આ ઉપરાંત ફુગાવાનો દર પણ ઉપર છે. અગ્રવાલએ કહ્યું કે કેન્દ્રીય બેંક નીતિગત સમીક્ષામાં રેપો રેટમાં કોઈ બદલાવ નહીં આવે તેમ લાગે છે. તેમણે કહ્યું કે હાલમાં હોમ લોનના દર તેમના ઐતિહાસિક નીચા સ્તરે છે. ઘણી વ્યાપારી બેંકોએ તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજના દરમાં વધુ ઘટાડા ઉદ્યોગ અને સમગ્ર અર્થવ્યવસ્થાને મદદ કરશે.

એક્યુટ રિસર્ચ એન્ડ રેટિંગ્સના મુખ્ય વિશ્લેષણાત્મક અધિકારી સુમન ચૌધરીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે બોન્ડ રીટર્નમાં વધારો થયો હોવા છતાં, MPC તેની આગામી બેઠકમાં નરમ વલણ આપશે. સરકારે ગયા મહિને રિઝર્વ બેન્કને 5 વર્ષ અને માર્ચ, 2026 સુધીમાં રિટેલ ફુગાવો 4 ટકા (બે ટકા ઉપર અથવા નીચે) ની રેન્જમાં રાખવા લક્ષ્યાંક આપ્યો છે.