અઠવાડિયામાં 5 ને બદલે 4 દિવસ નોકરીનો મળશે વિકલ્પ, જાણો શું થશે લાભ અને ગેરલાભ

કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. ટૂંક સમયમાં અઠવાડિયામાં પાંચ દિવસને બદલે 4 દિવસ નોકરીનીનો વિકલ્પ મળશે અને બે દિવસને બદલે અઠવાડિયામાં 3 દિવસની રજા રહેશે.

અઠવાડિયામાં 5 ને બદલે 4 દિવસ નોકરીનો મળશે વિકલ્પ, જાણો શું થશે લાભ અને ગેરલાભ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 9:10 AM

કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. ટૂંક સમયમાં અઠવાડિયામાં પાંચ દિવસને બદલે 4 દિવસ નોકરીનીનો વિકલ્પ મળશે અને બે દિવસને બદલે અઠવાડિયામાં 3 દિવસની રજા રહેશે. દેશમાં બનાવેલા નવા શ્રમ કાયદા હેઠળ આવતા દિવસોમાં એક અઠવાડિયામાં ત્રણ દિવસની રજા હોઈ શકે છે.

પાંચને બદલે 4 દિવસ કામ કરવું પડશે નવા લેબર કોડમાં આ વિકલ્પને નિયમોમાં પણ રાખવામાં આવશે. જેના આધારે કંપની અને કર્મચારીઓ પરસ્પર સંમતિથી નિર્ણય લઈ શકે છે. નવા નિયમો અંતર્ગત સરકારે કામના કલાકો વધારીને 12 કરવા માટેનો સમાવેશ કર્યો છે. કામના કલાકોની મહત્તમ મર્યાદા અઠવાડિયામાં 48 કલાક રાખવામાં આવી છે. આ સ્થિતિમાં કાર્યકારી દિવસોની સંખ્યા ઘટાડી શકાય છે.

કામના કલાક 12 કરાશે નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 30 મિનિટની ગણતરી કરીને ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટની વધારાની કામગીરીનો સમાવેશ કરવાની જોગવાઈ છે. વર્તમાન નિયમ હેઠળ 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ માટે લાયક માનવામાં આવતાં નથી. ડ્રાફ્ટના નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય માટે સતત કામ કરવા માટે મનાઈ છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો આરામ આપવો પડશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પગાર ઘટશે અને પીએફ વધશે નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મૂળ પગાર કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આ મોટાભાગના કર્મચારીઓની પગારની રચનામાં ફેરફાર થશે. ટેક હોમ સેલેરી ઓછો કરી શકાય છે અને પીએફની રકમ વધી શકે છે. નવા પગાર કોડના અમલ પછી એમ્પ્લોયરોએ કર્મચારીને મૂળ પગાર તરીકે સીટીસીનો 50 ટકા હિસ્સો ચૂકવવો પડશે. આ પીએફ અને ગ્રેચ્યુઇટી જેવા અન્ય ઘટકો પ્રત્યે કર્મચારીઓનું યોગદાન વધારશે. જ્યારે નવો વેતન કોડ લાગુ કરવામાં આવશે ત્યારે બોનસ, પેન્શન, કન્વેન્સ ભથ્થું, મકાન ભાડા ભથ્થું, હાઉસિંગ બેનિફિટ, ઓવરટાઇમ વગેરે અલગ રહેશે. કંપનીઓએ ખાતરી કરવી પડશે કે બેઝિક સેલેરી સિવાય સીટીસીમાં સમાવિષ્ટ કેટલાક અન્ય ઘટકો 50 ટકાથી વધુ ન હોવા જોઈએ અને બાકીનો અડધો ભાગ બેઝિક સેલેરી હોવો જોઈએ.

કેન્દ્ર સરકારે ટ્રાવેલ એલાઉન્સ (Travel Allowance) ક્લેઇમની રજૂઆત કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. તેનો અમલ 15 જૂન 2021 થી કરવામાં આવ્યો છે. માર્ચ 2018 માં કેન્દ્ર સરકારે નિવૃત્તિ પરના TAના દાવાની અંતિમ તારીખ 1 વર્ષથી ઘટાડીને 60 દિવસ કરી હતી. આ સમયમર્યાદા વધારવા માટે ઘણા સરકારી વિભાગો સરકાર સાથે વાટાઘાટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">