EPFO સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ઉછાળો આવ્યો, ડિસેમ્બરમાં 24% વૃદ્ધિ સાથે રોજગારી પ્રિ-કોવિડ સ્તરે પહોંચી રહી હોવાનો સરકારે સંતોષ વ્યક્ત કર્યો

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બરમાં તેના નવા રજીસ્ટ્રેશનની નોંધણીઓની સંખ્યા 24 ટકા વધી 12.54 લાખ થઈ છે. નવેમ્બર 2020 ની સરખામણીએ આ વધારો 44 ટકા કરતા વધુ છે.

EPFO સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ઉછાળો આવ્યો, ડિસેમ્બરમાં 24% વૃદ્ધિ સાથે રોજગારી પ્રિ-કોવિડ સ્તરે પહોંચી રહી હોવાનો સરકારે સંતોષ વ્યક્ત કર્યો
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 9:05 AM

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બરમાં તેના નવા રજીસ્ટ્રેશનની નોંધણીઓની સંખ્યા 24 ટકા વધી 12.54 લાખ થઈ છે. નવેમ્બર 2020 ની સરખામણીએ આ વધારો 44 ટકા કરતા વધુ છે. આ ડેટા કોવિડ-19 રોગચાળા (COVID -19) દરમ્યાન ઔપચારિક ક્ષેત્રમાં રોજગારની સ્થિતિને જાહેર કરે છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે EPFOના પગારના આંકડા મુજબ, ડિસેમ્બર 2020 માં 12.54 લાખ ખાતાધારકો વધ્યા છે જે સકારાત્મક સંકેત છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ-દર-વર્ષ આધારે, ડિસેમ્બરમાં પગારના આંકડામાં 24 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ખાતાધારકોની વૃદ્ધિનો આ આંકડો પૂર્વ-કોવિડ સ્તર જેવો જ છે. નવેમ્બર 2020 ની સરખામણીએ આ વધારો 44 ટકા વધુ છે. મળતી માહિતી મુજબ, EPFOએ કોવિડ-19 રોગચાળો હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં લગભગ 53.70 લાખ ખાતાધારકોને ઉમેર્યા છે.

8.04 લાખ નવા સભ્યો EPFO હેઠળ ઉમેરાયા ડિસેમ્બર 2020 ના આંકડા દર્શાવે છે કે લગભગ 8.04 લાખ નવા સભ્યો EPFOના કાર્યક્ષેત્રમાં આવ્યા હતા. લગભગ 4.5 લાખ સભ્યો બહાર નીકળ્યા અને તે ફરીથી ઇપીએફઓના કાર્યક્ષેત્રમાં આવ્યા છે. એટલે કે, તેઓએ નોકરી બદલી અને નાણાં ટ્રાન્સફર કરીને સભ્યપદ જાળવી રાખવાનું પસંદ કર્યું.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

લોકો તેમની નોકરી પર પાછા ફરે છે મંત્રાલયે કહ્યું કે સભ્યોની સંખ્યામાં વધારો દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19 ના સક્રિય કેસોમાં ઘટાડો થતાં લોકો તેમની નોકરી પર પાછા ફર્યા છે. આ ઉપરાંત, ઇપીએફઓ દ્વારા રજૂ કરાયેલ સ્વચાલિત હસ્તાંતરણ સુવિધાએ ઘણા કિસ્સાઓમાં સભ્યપદ ચાલુ રાખવાની ખાતરી આપી.

ગુજરાત સહીત આ રાજ્યોએ રોજગાર મામલે રહ્યા અગ્રેસર વય અનુસાર આંકડાઓની વાત કરીએ તો, ડિસેમ્બર 2020 માં 22 થી 25 વર્ષની વય જૂથમાં લગભગ 3.36 લાખ નોંધણી થઈ હતી. બીજા  ક્રમે આશરે 2.81 લાખ નામાંકન સાથે 18 થી 21 વર્ષની વય જૂથ આવી હતી. મળતી માહિતી અનુસાર, ડિસેમ્બર 2020 માં 18-25 વય જૂથએ નવા નવા એકાઉન્ટ ધારકોમાં લગભગ 49.19 ટકા ફાળો આપ્યો હતો. મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તમિળનાડુ અને કર્ણાટક આ સમયગાળા દરમિયાન રોજગારની દ્રષ્ટિએ અગ્રેસર હતા.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">