મોદી સરકાર Tata Communicationsમાં તેનો હિસ્સો વેચી મેળવશે 8,000 કરોડ રૂપિયા

વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર ટાટા Communications લિમિટેડ (Tata Communications Ltd) એટલે પૂર્વ વિદેશ દુરસંચાર લિમિટેડ (VSNL)માં બાકીનો 26.12 ટકા હિસ્સો વેચશે.

મોદી સરકાર Tata Communicationsમાં તેનો હિસ્સો વેચી મેળવશે 8,000 કરોડ રૂપિયા
TATA Communications
Ankit Modi

| Edited By: Kunjan Shukal

Jan 21, 2021 | 4:07 PM

વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર ટાટા Communications લિમિટેડ (Tata Communications Ltd) એટલે પૂર્વ વિદેશ દુરસંચાર લિમિટેડ (VSNL)માં બાકીનો 26.12 ટકા હિસ્સો વેચશે. આ માટે સરકાર ઓફર ફોર સેલ(OFS) લાવશે. ટીસીએલ(TCL)માં હાલનો હિસ્સો વેચીને સરકાર 8,000 કરોડ રૂપિયા મેળવી શકે છે.

મોદી સરકાર વેચાણ માટે ઓફર ફોર સેલ લાવશે

કેન્દ્ર સરકારની યોજના હેઠળ ટાટા કોમ્યુનિકેશન્સમાંનો સરકારનો કેટલોક હિસ્સો ટાટા જૂથને વેચવામાં આવશે, જ્યારે તેમાંથી કેટલાક શેરને OFS દ્વારા વેચવામાં આવશે. આ મામલે હજી સુધી સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી કે ઓએફએસ દ્વારા કેટલા શેર વેચવામાં આવશે અને ટાટા જૂથ દ્વારા કેટલા શેર ખરીદવામાં આવશે. કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ OFS દ્વારા 16% હિસ્સો વેચવાની મંજૂરી આપી છે અને બાકીના 10.16% હિસ્સો ટાટાને વેચવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માટે DIPAM દ્વારા મર્ચન્ટ બેંકર્સ અને વેચાણ કરનારા બ્રોકર્સ પાસે બિડ મંગાવવામાં આવી છે. આ માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. 4 ફેબ્રુઆરીએ બીડ ઓપન થઈ જશે. 20 માર્ચ 2021 સુધીમાં આ વ્યવહાર પૂર્ણ કરવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. VSNLનું 2002માં ખાનગીકરણ કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને TCL કરવામાં આવ્યું હતું.

ટાટા કોમ્યુનિકેશન્સના શેર 7% તૂટયા

નાણાકીય વર્ષ 2020-21ના Q3 પરિણામોની જાહેરાત પછી ટાટા કોમ્યુનિકેશન્સના શેરમાં વહેલા વેપારમાં 7 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બપોરે એનએસઈ પર કંપનીના શેર 6.63 ટકાના ઘટાડા સાથે 1054.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા. બીએસઈ પર 6.66 ટકાના ઘટાડા સાથે 1054.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ભિક્ષાવૃતિ કરતા બાળકો હવે શીખે છે કોડિંગ, ફ્રાંસ અને અમેરિકન વિશેષજ્ઞ લે છે વર્ચ્યુઅલ ક્લાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati