20 લાખ કરોડના રાહત પેકેજની અસર દેખાવા લાગી, બેન્કોએ લોન ગેરંટી સ્કીમ અંતર્ગત 42 લાખ MSMEની રૂપિયા 1.63 લાખ કરોડની લોન મંજુર કરી

દેશના અર્થતંત્રની ગાડીને ફરી પાટા ઉપર ચડાવવા સરકારી બેંકો અને ૨૩ પ્રાઇવેટ બેન્કોએ સરકારની લોન ગેરંટી સ્કીમ અંતર્ગત 42,01,576 MSME એકમોને 1,63,226.49 કરોડ રૂપિયાની લોન મંજુર કરી છે. કોરોના મહામારીમાં ૧૨ મેંના રોજ ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં આ લોન મંજુર કરી દેવાઈ છે. કોરોના કાળ દરમ્યાન ભારત સરકાર દ્વારા જારી […]

20 લાખ કરોડના રાહત પેકેજની અસર દેખાવા લાગી, બેન્કોએ લોન ગેરંટી સ્કીમ અંતર્ગત 42 લાખ MSMEની રૂપિયા 1.63 લાખ કરોડની લોન મંજુર કરી
Ankit Modi

| Edited By: TV9 Webdesk11

Sep 15, 2020 | 10:50 AM

દેશના અર્થતંત્રની ગાડીને ફરી પાટા ઉપર ચડાવવા સરકારી બેંકો અને ૨૩ પ્રાઇવેટ બેન્કોએ સરકારની લોન ગેરંટી સ્કીમ અંતર્ગત 42,01,576 MSME એકમોને 1,63,226.49 કરોડ રૂપિયાની લોન મંજુર કરી છે. કોરોના મહામારીમાં ૧૨ મેંના રોજ ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં આ લોન મંજુર કરી દેવાઈ છે.

કોરોના કાળ દરમ્યાન ભારત સરકાર દ્વારા જારી કરાયેલા આર્થિક પેકેજની અસર હવે દેખાવાની શરૂઆત થઈ રહી છે. ઐતિહાસિક સ્તરે ગગડેલા જીડીપીએ એકતરફ ચિંતા વધારી છે ત્યારે અર્થતંત્રને ફરી ધમધમતું કરવા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રાલયની ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ – ECLGS અંતર્ગત માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇસિસ MSME  યુનિટોને બેઠા કરવા પ્રયાસ તેજ કરાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશભરમાં કોરોનાવાઈરસથી આર્થિક કટોકટીનો માહોલ સર્જાયો છે ત્યારે એમએસએમઇને બેન્ક તરફથી મોટી રાહત મળી છે. ECLGS  લોન ગેરંટી યોજનામાં MSME  માટે ૩ લાખ કરોડની ફાળવણી કરાઈ હતી. આ યોજના અંતર્ગત ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ૪૨ લાખ યુનિટો માટે ૧.૬૩ લાખ કરોડ રૂપિયાની લોન મંજુર કરી દેવાઈ હોવાના નાણાં મંત્રાલયે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ૪૨ લાખ યુનિટોને ૧.૬૩ લાખ કરોડની મંજુર  લોન પૈકી ૨૫ લાખ MSME  યુનિટોને ૧.૧૮ લાખ કરોડની લોન આપી  દેવાઈ છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

૧.૬૩ લાખ કરોડની લોન રૂપિયા ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર પેકેજનો મોટો હિસ્સો માનવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત લોનની મંજૂરીની પ્રક્રિયા તેજ થતા મંદા પડેલા ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાવાની આશા સેવાઈ રહી છે.


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati