INR USD Exchange Rate Today: રૂપિયામાં ઘટાડો અટક્યો, ડોલર સામે 17 પૈસાના વધારા સાથે 77.17 પર ખુલ્યો

ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં ઘટાડો અને પ્રાદેશિક ચલણમાં સુધારા વચ્ચે યુએસ ચલણ સામે રૂપિયો 12 પૈસા વધીને 77.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

INR USD Exchange Rate Today:  રૂપિયામાં ઘટાડો અટક્યો, ડોલર સામે 17 પૈસાના વધારા સાથે 77.17 પર ખુલ્યો
Symbolic Image Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 11:08 AM

ડૉલર સામે રૂપિયા (Dollar vs Rupees)માં ઘટાડો આજે બંધ થઈ ગયો છે. બુધવારે ડોલર સામે રૂપિયો 17 પૈસાના વધારા સાથે 77.17 ના સ્તર પર ખુલ્યો હતો. ક્રૂડ ઓઈલ (Crude Oil)ના ભાવમાં ઘટાડો અને પ્રાદેશિક ચલણમાં સુધારા વચ્ચે યુએસ ચલણ સામે રૂપિયો 12 પૈસા વધીને 77.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લોને કારણે રૂપિયાના બઢતને મર્યાદિત કર્યો.

નિષ્ણાતોના મતે, વેચાણના થોડા દિવસો પછી જોખમના સેન્ટિમેન્ટમાં સ્થાનિક ચલણને મદદ કરી શકે છે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સ્થાનિક બજારોમાં આઉટફ્લો રૂપિયા પર નકારાત્મક અસર કરશે. રશિયા-યુક્રેન કટોકટી (Russia Ukraine Crisis) બાદ તેમજ ફુગાવાને નિયંત્રણમાં રાખવા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાની શક્યતા બાદ ડોલર મજબૂત થયો છે. જેની અસર ભારત સહિત વિશ્વના ચલણ પર જોવા મળી હતી.

રૂપિયો 12 પૈસા વધીને બંધ રહ્યો હતો

મંગળવારે, ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો મજબૂતાઈ સાથે 77.27 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 77.20 થી 77.45 પ્રતિ ડૉલર વચ્ચે સ્વિંગ કર્યા પછી, અંતે 12 પૈસાના વધારા સાથે 77.32 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે, રૂપિયો 54 પૈસા ઘટીને 77.44 પ્રતિ ડૉલરની ઓલટાઈમ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2 સેશનમાં રૂપિયો 29 પૈસા મજબૂત

બોન્ડ યીલ્ડમાં વધારો અને ફેડરલ રિઝર્વ દ્વારા વધુ આક્રમક દરમાં વધારાની અપેક્ષાએ રૂપિયા પર દબાણ કર્યું. છેલ્લા બે સત્રમાં ડોલર સામે રૂપિયો 109 પૈસા તૂટ્યો હતો. જો કે મંગળવાર અને બુધવારે રૂપિયામાં 29 પૈસાનો વધારો થયો છે.

અડધી થઈ રૂપિયાની કિંમત

2008થી ડોલર સામે રૂપિયો અડધો થઈ ગયો છે. વર્ષ 2008માં એક ડૉલરની સરેરાશ કિંમત 43 રૂપિયાની નજીક હતી, હાલમાં કિંમત 77ની સપાટી વટાવી ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન એક રૂપિયાની કિંમત 0.02325 ડોલર થી ઘટીને 0.01298 ડોલર પર આવી ગઈ છે. માહિતી અનુસાર, 2008થી 14 વર્ષની સરેરાશ કિંમત પર નજર કરીએ તો 5 વર્ષથી ડોલરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 9 વર્ષથી ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.

ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ટોચે

ડૉલર ઇન્ડેક્સ મજબૂત થવાને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે. ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં જોરદાર વધારાની શક્યતાઓ બાદ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે. વધતા દરના સંકેતોને કારણે, વિદેશી રોકાણકારો વિશ્વભરના બજારોમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે અને અમેરિકન સિક્યોરિટીઝમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે ડૉલર મજબૂત થયો અને બાકીના ચલણ પર દબાણ જોવા મળ્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">